તેજસ મોદી/સુરત: સુરતમાં એન્જિનિયરિંગનું ભણતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાના અહેવાલ છે. પીપલોદના SVNIT કેમ્પસની આ ઘટના છે. આત્મહત્યા કરનારા યુવકનું નવામ યુજવેન્દ્ર સિંહ ડબાસ છે. ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે. યુજવેન્દ્ર સિંહ ડબાસે પોતાના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. યુવકે કયા કારણસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ જાણી શકાયુ નથી. યુવક એન્જિનિયરિંગના 3જા વર્ષમાં ભણતો હતો.



સુરતમાં જ અન્ય એક બનાવમાં સ્મીમેર હોસ્પિટલમાં દર્દીએ ત્રીજા માળેથી કૂદીને આપઘાતનો પ્રયત્ન કર્યો. જો કે દર્દી કૂદે તે પહેલા જ હોસ્પિટલના સ્ટાફે તેને બચાવી લીધો. દર્દીને હાલ હોસ્પિટલના બેજ સાથે બાંધી રાખવામાં આવેલ છે. દર્દીએ ઘરે પણ દવા પીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. કહેવાય છે કે રૂપિયાની ચૂકવણી બાકી હોવાની શક્યતાના કારણે તે આત્મહત્યાના પ્રયત્નો કરી રહ્યો છે.