દમણ : સંઘ પ્રદેશ દમણના જમપોર બીચ પર પેરાસેલિંગ કરવા આવેલા સહેલાણીઓ હવામાંથી નીચે પટકાયા હતા. જેમાં 2 સહેલાણીઓ અને એક ટ્રેનર નીચે પછડાયા બાદ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે વાપી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સમગ્ર વિસ્તારમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે વેકેશનના સમયમાં ખુબ જ મોટા પ્રમાણમાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવનારી પેઢી કેરી ખાઇ નહી શકે માત્ર પુસ્તકમાં ભણી જ શકશે અને ફોટા જ જોઇ શકશે


દમણ ખાતે આવેલા જમપોર બીચ પર લોકો હરવા ફરવાના મુડમાં જોવા મળી રહ્યા છે. ગરમીના કારણે લોકો દરિયા કિનારાના વિસ્તારોમાં ફરવાનું વધારે પસંદ પડે છે. સહેલાણીઓ બીચ પર રહેલા એડવેન્ચર સ્પોર્ટની મજા માણે છે. જો કે એડવેન્ચર સ્પોર્ટ્સની મજા લેતા સમયે આ કંપનીઓ ગાઇડલાઇનનું પાલન કરે છે કે કેમ તે જોતા નથી. દિવમાં પણ આવી એક ઘટના બની હતી. એડવેન્ચર સ્પોર્ટ્સ કરતા સમયે સહેલાણીઓ સાથે એક દુર્ઘટના થઇ હતી. બીચ પર બે સહેલાણી અને ટ્રેનર ત્રણ લોકો પેરા સેલિંગ કરતા સમયે હવામાં ઉડી રહ્યા હતા. જો કે અચાનક હવા બદલી જવાનાં કારણે તેઓ નીચે પટકાયા હતા. 


આણંદ જિલ્લા પોલીસની અનોખી પહેલ: દારૂનો વ્યવસાય કરતી મહિલાઓ હવે કરશે આઈસ્ક્રીમનું વેચાણ


સહેલાણી અને ટ્રેનર નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને દમણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ તમામને વાપીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સમગ્ર ઘટનાનો વીડિયો હાલ પંથકમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. હાલ ચોમાસા પહેલા વાતાવરણમાં ખુબ જ પરિવર્તન આવતું રહે છે. આ દરમિયાન પવન પણ ખુબ જ ઝડપી હોય છે અને દિશા બદલતો રહે છે આ ઉપરાંત દરિયો પણ તોફાની બને છે.  ગોવા સહિત તમામ સ્થળોએ વોટર સ્પોર્ટ બંધ કરી દેવામાં આવે છે. જો કે ગુજરાતમાં તો પૈસા ફેંકો અને તમાશા દેખો જેવી સ્થિતિ છે. ગુજરાતમાં અધિકારીઓને પૈસા મળી જાય તો તેઓ વગર પાણીએ વોટર સ્પોર્ટને મંજૂરી આપી દે તેવી સ્થિતિ છે. તેમાં જ્યાં ધંધો ચાલે છે ત્યાં તો અધિકારીઓને પૈસા આપી દેવાય તો તેઓ આંટો મારવા પણ નહી આવતા હોય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube