ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા સીનિયર ક્લાર્કનાં પદ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જો કે કોરોના કાળમાં તમામ પ્રકારની પરીક્ષાઓ રદ્દ રહેતા ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષા પણ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે ધીરે ધીરે કોરોનાની બીજી લહેર કાબુમાં આવી રહી છે ત્યારે GPSC સહિતનું તમામ સરકારી તંત્ર ફરી એકવાર પરીક્ષા લેવા માટે સજ્જ બન્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં સૌથી વધારે અપેક્ષીત અને જેની લાંબા સમયથી લાખો વિદ્યાર્થીઓ રાહ જોઇ રહ્યા હતા તે સીનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ આખરે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા કરી દેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, 01-08-2019 ના દિવસે જાહેરાત બાદથી જ આ પરીક્ષા લટકી રહી હતી. આખરે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા 31-07-2021 ને શનિવારનાં દિવસે પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. 


આ પરીક્ષાનો સમયગાળો બપોરે 11 થી બપોરે 01 વાગ્યાનો રહેશે. આ પરીક્ષાનાં કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાનાં 10 દિવસ પહેલા જ મંડળની વેબસાઇટ પર મુકવામાં આવશે. આ જાહેરાત બાદ લાખો વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. લાંબો સમય રાહ જોયા બાદ સરકારે આ અંગેની જાહેરાત કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube