ગાંધીનગરઃ રાજ્યના પોલીસ વિભાગ દ્વારા લોકરક્ષક કેડરની હથિયારી અને બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10 હજાર 459 જગ્યાઓ માટે ભરતી કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી હતી. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા 9 નવેમ્બરે પૂરી થઈ ગઈ છે. અત્યાર સુધી 9.46 લાખ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી છે. જેમાં 6.92 લાખ પુરૂષ અને 2.54 લાખ મહિલા ઉમેદવારોની અરજી કન્ફર્મ થી છે. ફી ભરવા માટેની છેલ્લી તારીખ 12 નવેમ્બર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી
આઈપીએસ અધિકારી હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યુ કે, છેલ્લા દિવસે કુલ 86188 અરજી મળી છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે, ડેટા પ્રોસેસિંગનું કામ શરૂ થઈ ગયું છે, જેથી ઝડપથી શારીરિક કસોટી શરૂ કરી શકાય. લોકરક્ષક દળના ચેરમેન હસમુખ પટેલ દ્વારા અરજી મામલે ટ્વીટ કર્યા બાદ છેલ્લા બે દિવસથી હજારો યુવાનો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવામાં આવતા વેબસાઇટનું સર્વર ડાઉન થયું હતું. વેબસાઇટ પર સર્વર ડાઉન થવાને કારણે ઘણા ઉમેદવારો અરજીઓ કરી શક્યા નહીં. એટલે અરજી કરવા તારીખ લંબાવવાની માંગ પણ ઉઠી છે. 


દ્વારકા ડ્રગ્સ કેસ : મુંબઈના કારા ભાઈઓએ મંગાવ્યુ હતુ ડ્રગ્સ, બીજા 47 પેકેટ ડ્રગ્સથી આંકડો વધી શકે છે 


અત્યાર સુધી 12 લાખથી વધુ અરજી આવી
લોકરક્ષક દળની ભરતીમાં અત્યાર સુધી 12 લાખ જેટલી અરજીઓ આવી છે. છેલ્લા દિવસે પણ 86 હજાર જેટલા લોકોએ અરજી કરી હતી. આ વખતે મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારો પણ અરજી કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube