ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ CDHO એ‌ બાવળા તાલુકામાં બોગસ ડોક્ટરને ઝડપી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સીલ કરી છે. ડો.શૈલેશ પરમારે બોગસ ડોક્ટરને ઝડપતા બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમારે બાવળા તાલુકાના કેરાળા ગામમાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપ્યો અને અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. 




મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બોગસ ડોક્ટરને ઝડપતા બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડિગ્રી વગર બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકો દ્વારા દર્દીને યોગ્ય પદ્ધતિસરની સારવાર આપવામાં ન આવે તો વધુ તકલીફ થઈ શકે છે અને લોકોએ પણ આવા લેભાગવું બોગસ ડોક્ટરો પાસે સારવાર ન કરાવી જોઈએ. 


સારવાર માટે દર્દીએ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ અથવા તો ક્વોલિફાઇડ ડોક્ટર પાસે જઈને જ સારવાર કરાવવી જોઈએ.