સુરતઃ ચોમાસુ હજુ પૂર્ણ થયું નથી, જો કે વરસાદે વિરામ ચોક્કસ લીધો છે. પરંતુ હજુ પણ કોઈ-કોઈ જગ્યાએ છાંટા પડી રહ્યા છે. વરસાદ પછી હવે ગુજરાતમાં રોગચાળાએ ભરડો લીધો છે. તાવ, ઉધરસ, શરદી સહિતના કેસમાં વધારો થયો છે...હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવા લાગતાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. સુરતમાં તાવને કારણે વધુ બે લોકોના મોત થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં બેના મોત
સુરતમાં રોગચાળાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તાવમાં સપડાયા બાદ વધુ બે લોકોના મોત થયા છે. ઉધનામાં એક વર્ષની બાળકીનું તાવને કારણે મોત થયું છે. મૃતક બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું છે. તો બીજા એક 14 વર્ષીય બાળકનું પણ મોત થયું છે. આ બાળકની સિવિલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં તેનું મોત થયું છે.


ગુજરાતમાં વધી રહ્યાં છે તાવના કેસ
ગુજરાતમાંથી હજુ ચોમાસાની હજુ પૂર્ણાહૂતિ નથી થઈ...આ વખતે ચોમાસાના વરસાદે અનેક જગ્યાએ વિનાશ વેર્યો હતો...અધધ વરસાદને કારણે અનેક શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી...પૂરને કારણે પ્રજા પરેશાન થઈ ગઈ હતી...પરંતુ હવે પૂરના પાણી તો ઓસરી ગયા છે જો કે રોગચાળાએ ભરડો લીધો છે...ગુજરાતના અનેક શહેરોમાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ છે...સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રોજની જે OPD હોય છે બેથી ત્રણ ગણી થઈ ગઈ છે...હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે...વાત મહાનગર રાજકોટની કરીએ તો, રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે...RMC સંચાલિત અનેક હોસ્પિટલો ફુલ થઈ ગઈ છે...શહેરમાં અલગ અલગ બીમારીના કેસની વાત કરીએ તો, ડેન્ગ્યૂના 29 કેસ, ટાઈફોઈડના 5 કેસ, મલેરિયાના 2 કેસ, ચિકનગુનિયાનો 1 કેસ, સામાન્ય તાવના 739 અને વાયરલના 1239 કેસ નોંધાયા છે.


આ પણ વાંચોઃ તો આજથી શરૂ થશે વરસાદી ઝાપટાનો નવો રાઉન્ડ, જાણો શું છે અંબાલાલ પટેલની નવી આગાહી


રાજકોટમાં કયા રોગના કેટલા કેસ?
ડેન્ગ્યૂના 29 કેસ
ટાઈફોઈડના 5 કેસ
મલેરિયાના 2 કેસ
ચિકનગુનિયાનો 1 કેસ
સામાન્ય તાવના 739 
વાયરલના 1239 કેસ 


તંત્ર થયું એક્ટિવ
સુરતમાં રોગચાળો વકરતાં કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ એક્ટિવ થઈ ગયું છે...રોગચાળો વધતા 686 ટીમ સર્વેમાં જોડાઈ છે. ઓગસ્ટમાં 26 લાખ ઘરમાં સર્વે કરવામાં આવ્યો, જેમાંથી 66 હજાર ઘરમાં બ્રીડિંગ મળી આવ્યા હતા, સપ્ટેમ્બરમાં 13 લાખ ઘરમાં સર્વે કરાયો જેમાંથી 4500 જગ્યાએ બ્રીડિંગ મળ્યા હતા...બે મહિનામાં 39 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને બ્રીડિંગ મળતા 9 હજાર લોકોને નોટિસ આપવામાં આવી છે...