નાગરિકોના રસીકરણ માટે તંત્ર સજ્જ, તમામને SMS દ્વારા જાણ કરી તબક્કાવાર કામગીરી થશે
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કોરોનાની રસી આવી રહી હોવાને પગલે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, રસી આવે તો કઇ રીતે આપવી, કઇ રીતે સમગ્ર આયોજન કરવું વગેરે જેવી બાબતે તંત્ર સંપુર્ણ તૈયાર છે. વૈશ્વિક મહામારી સામે સમગ્ર દેશના લોકો ઝઝુમી રહ્યા છે. દેશના વડાપ્રધાન દ્વારા નાગરિકોને સુરક્ષિત કરવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. આગામી ટૂંક સમયમાં વેક્સિન પણ આવી રહી છે. આ રસી ગુજરાતના નાગરિકોને તબક્કાવાર પુરી પાડવામાં આવશે. તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોરોના કમિટીની બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઇ છે. તે અંગે સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગાંધીનગર : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કોરોનાની રસી આવી રહી હોવાને પગલે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, રસી આવે તો કઇ રીતે આપવી, કઇ રીતે સમગ્ર આયોજન કરવું વગેરે જેવી બાબતે તંત્ર સંપુર્ણ તૈયાર છે. વૈશ્વિક મહામારી સામે સમગ્ર દેશના લોકો ઝઝુમી રહ્યા છે. દેશના વડાપ્રધાન દ્વારા નાગરિકોને સુરક્ષિત કરવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. આગામી ટૂંક સમયમાં વેક્સિન પણ આવી રહી છે. આ રસી ગુજરાતના નાગરિકોને તબક્કાવાર પુરી પાડવામાં આવશે. તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોરોના કમિટીની બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઇ છે. તે અંગે સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સનું જરૂરી આયોજન કરી લીધું છે. ગુજરાતમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ 6 વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 સ્ટોર અને આંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા માટે 2189 કોલ્ડ ચેઇન પોઇન્ટની આજની સ્થિતીએ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેક્નિકલ ઓડિટ પણ પુર્ણ કરવામાં આવ્યું છે. બે વધારા વોક ઇન કુલર અને 169 આઇસલાઇન્ડ રેફ્રીજરેટર પૈકી 150 જેટલા આઇસલાઇન્ડ રેફ્રીજરેટર મળી ચુક્યા છે. 30 ડીપ ફ્રીઝ કેન્દ્ર સરકાર દ્વારા પહોંચાડાશે.
આ ઉપરાંત કેન્દ્રની ગાઇડ લાઇન અનુસાર પ્રથમ તબક્કે ફ્રન્ટલાઇન વર્કર્સ અને ત્યાર બાદ સીનિયર સિટિઝન અને પછી ઓછી ઉંમરના લોકો સુધી તબક્કાવાર વેક્સિન અપાશે. જેને પણ વેક્સિન આપવાની હશે તેનું રજીસ્ટ્રેશન એપ થકી કરવામાં આવશે. તેને વેક્સિન અપાતા અગાઉ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. આ માટે cowin software પણ બનાવવામાં આવ્યું છે. તેના દ્વારા રસીકરણ માટેનું સ્થળ, સમય સહિતની તમામ માહિતી મેસેજ દ્વારા પહોંચાડવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube