અમદાવાદ : 145મી રથયાત્રા અષાઢી બીજના દિવસે શાંતિપૂર્ણ સંપૂર્ણ થઈ હતી. રથયાત્રામાં ક્રમમાં સૌથી પહેલો બાલભદ્રનો રથ હોય છે, વચ્ચે બહેન સુભદ્રા અને અંતિમ રથ ભગવાન જગન્નાથનો હોય છે. તેથી આ ક્રમે જ રથ નિજ મંદિરમાં પહોંચ્યા હતા. ત્રણેય રથ શાંતિપૂર્ણ માહોલમાં મંદિરમાં પહોંચ્યા હતા. જગતના નાથની શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા સંપન્ન થઇ હતી. ત્યારે ત્રણેય રથ નિજમંદિરમાં લાઇનમાં ગોઠવી દેવામાં આવ્યા હતા અને મહંત દિલિપદાસજી દ્વારા ભગવાન જગન્નાથની નજર ઉતારીને આરતી કરવામાં આવી હતી. ભગવાન આખી રાત મંદિરની બહાર રથમાં જ બિરાજમાન રહેશે. વહેલી સવારે મંગળા આરતી કરીને ભગવાના જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે. પણ, શું તમને ખબર છે કે કેમ રથને આખી રાત મંદિરની બહાર રાખવામાં આવે છે, આ પાછળ છે એક ચોકક્કસ કારણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર રાજ્યમાં રથયાત્રા શાંતિ અને સૌહાર્દપુર્ણ રીતે સંપન્ન, મુખ્યમંત્રીએ આભાર વ્યક્ત કર્યો


મંદિર બહાર આખી રાત રાતવાસો
રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો રથ પર આખી રાત મંદિરની બહાર રાતવાસો કરતો હોય છે. આ પાછળ એક ચોક્કસ કારણ છે. ભગવાનના પત્ની રૂઠ્યાં હોવાથી ભગવાન જગન્નાથને મંદિરની બહાર તેમના ભાઈ-બહેનની સાથે રાતવાસો કરવો પડે છે. બીજા દિવસે સવારે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં આરતી બાદ જ ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે. રથયાત્રા પૂરી થયા બાદ નજર ઉતારાય છે. નિજ મંદિરમાં રથ પહોંચ્યા બાદ ભગવાનની નજર ઉતારવાનુ કામ સૌથી પહેલા કરવામાં આવે છે. કહેવાય છે કે, ભગવાન નગરચર્યાએ નીકળે એટલે તેમને લોકોની મીઠી નજર લાગતી હોય છે. તેથી તેમનો મંદિર રથ પહોંચે એટલે નજર ઉતારવામાં આવે છે. 


2 વર્ષ બાદ લાખો ભક્તોનાં દુ:ખ હરી ભગવાનની રથયાત્રા નિજ મંદિરે પહોંચી


ઉલ્લેખનીય છે કે, સવારે રથ મંદિરની બહાર હોવાથી અનેક લોકો વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા પહોંચી જતા હોય છે. કારણ કે, આ ક્ષણ બાદ સીધી આવતી અષાઢી બીજના દિવસે જ તેમને ભગવાન રથમાં બિરાજમાન હોય તેવા દર્શન થશે. તેથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો રથના દર્શન કરવા મંદિર પહોંચતા હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube