ઝી ન્યૂઝ/અમદાવાદ: વિધાનસભા ચૂંટણી વર્ષમાં ગુજરાતમાં અનેકવિધ રાજકીય કડાકાભડાકા સર્જાવાની અટકળો વ્યક્ત થઇ જ રહી છે ત્યારે પાટીદાર નેતા અને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ હવે શું કરશે? તેના પર લોકો મીટ માંડીને બેઠા છે. નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીનો મુદ્દો ફરી એકવાર ગુંચવાયો છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના કોંગ્રેસ પાર્ટીને લઈને આપેલા નિવેદનથી નરેશ પટેલે કોંગ્રેસમાં જવું કે નહીં તેના પર વિચારવા મજબૂર બનશે. નરેશ પટેલના નજીકના મિત્ર ગણાતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે તો ગઈકાલે (મંગળવાર) કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષ પોતે તો ડૂબી રહ્યો છે અને મને પણ ડૂબાડી દેશે. કોંગ્રેસ ક્યારેય સુધરવાની નથી. આ નિવેદન બાદ રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરેશ પટેલ રાજકારણમાં આવવા મુદ્દે કોઈ નિર્ણય લે એ પહેલાં જ PKનો કોંગ્રેસ પર પ્રહાર... કોંગ્રેસને બે હાથ જોડીને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસને દૂરથી સલામ કર્યા છે. એક સમયે કૉંગ્રેસને બેઠી કરવાની યોજના તૈયાર કરનાર પ્રશાંત કિશોરે જ પક્ષ ઉપર મોટો પ્રહાર કર્યો છે. પીકેએ કહ્યું કે કૉંગ્રેસે મારો ટ્રેક રેકોર્ડ ખરાબ કરી દીધો છે. હવે જીવનમાં ક્યારેય કૉંગ્રેસ સાથે કામ કરીશ નહીં. તેમણે કહ્યું- કૉંગ્રેસ એક એવો પક્ષ છે કે પોતે સુધરતો નથી. કૉંગ્રેસ પક્ષ પોતે તો ડૂબી રહ્યો છે તે સાથે અમને પણ ડૂબાવી દેશે.  


'ભત્રીજો' ભાજપમાં હવે ક્યાં જશે 'કાકા'? હાર્દિકના કેસરિયા પછી શું નિર્ણય લેશે નરેશ પટેલ? જાણો અંદરની વાત


પ્રશાંત કિશોરે આ સાથે એમ પણ કહ્યું કે વર્ષ 2021થી 2021 સુધી 10 વર્ષમાં 11 ચૂંટણી સાથે તેઓ જોડાયા અને લડ્યા છે. ફક્ત એક જ ચૂંટણી હાર્યા છે. તે પણ UP વિધાનસભાની ચૂંટણી છે,જ્યાં અમે કૉંગ્રેસની સાથે હતા.  કૉંગ્રેસ પ્રત્યે મનનાં ઘણું સન્માન છે, પણ હું ક્યારેય તેની સાથે કામ નહીં કરું. નોંધનીય છે કે, આ અગાઉ નરેશ પટેલ જણાવી ચૂક્યા છે કે પ્રશાંત કિશોર તેમને સાથ આપશે અને તેઓ રાજકીય એન્ટ્રી મુદ્દે નરેશ પટેલની સલાહ લેશે. નરેશ પટેલ શું નિર્ણય લે છે તેના પર છે સૌની નજર છે, તેવામાં પીકેના કોંગ્રેસ પર પ્રહારથી ફરી રાજકારણ ગરમાયું છે.


અગાઉ પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ હારી ગઈ છે. પ્રશાંત કિશોરે ગુજરાતમાં કોંગ્રેસની હારની ભવિષ્યવાણી કરતા જ કોંગ્રેસી નેતાઓનું ટેન્શન વધી ગયુ છે. અગાઉ નરેશ પટેલ જણાવી ચૂક્યા છે કે પ્રશાંત કિશોર તેમને સાથ આપશે. ત્યારે પ્રશાંત કિશોરે ગુજરાતમાં કરેલી હારની ભવિષ્યવાણી અને ગઈકાલે (મંગળવાર) કોંગ્રેસ પર કરેલા આકરા પ્રહારો બાદ ફરી નરેશ પટેલનો કોંગ્રેસના આગમનનો મુદ્દો ગૂંચવાયો છે. હવે નરેશ પટેલ શું નિર્ણય લે છે તેના પર છે સૌની નજર છે. ઉલ્લેખનીય છેકે, આ પહેલાં નરેશ પટેલને કાકા કહેનારો ભત્રીજો હાર્દિક પટેલ પણ કોંગ્રેસને ગાંડો ભાંડી ચૂક્યો છે અને હવે કેસરિયા કરવા કવાયત કરી રહ્યો છે.


Hardik Patel to join BJP: પાટીદાર નેતા હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે, શું જવાબદારી સોંપાશે? જાણો કેવું હશે રાજકિય ભવિષ્ય


અગાઉ નરેશ પટેલે પ્રશાંત કિશોરને લઈને જણાવ્યું હતું કે, પ્રશાંત કિશોર મારા સારા મિત્ર છે, હું રાજકારણમાં જોડાઇશ તો મારા સપોર્ટમાં રહેશે. મારી સાથે તેઓ હમેંશ રહેશે. હું રાજકારણમાં જોડાઇશ તો એ મારા સપોર્ટમાં જ રહેશે. પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે કે નરેશ પટેલ પ્રશાંત કિશોરને પોતાના સર્વસ્વ માને છે, ત્યારે પ્રશાંત કિશોરે જ હવે એવું કહી દીધું છે કે કોંગ્રેસ પક્ષ પોતે તો ડૂબી રહ્યો છે અને સાથે આવનાર તમામને ડૂબાડી દેશે. આ નિવેદન બાદ નરેશ પટેલની મુશ્કેલીઓ વધી છે. કારણ કે હવે જો ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર જ આવું કહેતા હોય તો નરેશ પટેલ કોંગ્રેસમાં જઈને કરશે શું? તે એક મોટો પ્રશ્ન ઉદ્દભવ્યો છે. એક સમય માટે નરેશ પટેલ જો કોંગ્રેસમાં જોડાવાનું વિચારશે તો તેઓ પ્રશાંત કિશોરના આ નિવેદનને ચોક્કસ યાદ કરશે.


હાર્દિક સાથે વધુ એક ગ્લેમર ચહેરાએ છોડ્યો હાથનો સાથ, હવે કેસરિયા કરીને કરશે કોંગ્રેસનો ભાંડાફોડ...


ન્યૂઝ એજન્સી એએનઆઈએ જાહેર કરેલો વીડિયો 30 મેનો છે. જેમાં પ્રશાંત કિશોર એક ગામમાં છે અને તેની આસપાસ અન્ય લોકો બેઠા છે. તેમાં પ્રશાંત કિશોર ચૂંટણી રણનીતિકાર તરીકે પોતાની સિદ્ધિઓ ગણાવી રહ્યા છે. તેઓ કહી રહ્યાં છે કે અમે 2015માં બિહારમાં જીત મેળવી. 2017માં અમે પંજાબમાં જીત મેળવી. તો 2019માં જગન મોહન રેડ્ડીના આંધ્ર પ્રદેશમાં જીત. અમે તમિલનાડુ અને બંગાળમાં પણ જીત મેળવી. પ્રશાંત કિશોરે કહ્યુ કે, 11 વર્ષમાં અમે માત્ર એક ચૂંટણી હારી, તે હતી 2017 ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી. તેથી મેં નક્કી કર્યું કે હવે કોંગ્રેસ સામે કામ કરીશ નહીં. આ સાથે તે હાથ જોડવા લાગે છે. 


પીકેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ એવી પાર્ટી હતી જે ક્યારેય એક ન થઈ શકી. વર્તમાન કોંગ્રેસની સ્થિતિ એવી છે કે તે ખુદ ડુબશે અને પોતાની સાથે આવનારને પણ ડુબાળશે. હું તેમની સાથે જઈશ તો મારૂ ડુબવાનું પણ નક્કી છે. નોંધનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી છેલ્લા 27 વર્ષથી સત્તાથી દૂર છે. પીએમ મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ગુજરાતમાં કોંગ્રેસને જીતવું અઘરું બની રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube