રાજકોટ : સમગ્ર દેશની પ્રાથમિક શાળાઓમાં 11 કરોડ બાળકો માટે ચાલતી મધ્યાહ્ન ભોજન યોજનાનું કેન્દ્ર સરકારે નામ બદલીને પીએમ પોષણ શકિત નિર્માણ યોજના કર્યું છે. આ નામ સાથે યોજનામાં ફેરફાર કરીને બાળકોને જમવા સાથે વધારાનું ન્યુટ્રીશીયન આપવાની જોગવાઇ કરવામાં આવી છે અને તે માટે 5 વર્ષ માટે 1.31 લાખ કરોડ ફાળવવાનું નક્કી કરાયું હતું. જો કે મધ્યાન્હ ભોજન સંઘનું કહેવું છે કે, આ નાણા ફાળવવાના બદલે હાલમાં રજુ થયેલા બજેટમાં મધ્યાન્હ ભોજન માટે કરાયેલી નાણાંકીય જોગવાઇ રૂ. 10 હજાર કરોડ કરીને 60 ટકા કાપ મુકવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યાન ભોજન યોજનામાં અત્યાર સુધી એક ટાઇમનું ભોજન બાળકોને આપવામાં આવતું હતું. આ ઉપરાંત યોજનાનું નામ પણ બદલી નાખવામાં આવ્યું હતું. અને વધારાના ન્યુટ્રીશીયન તરીકે નાસ્તો પણ આપવો તેવું નક્કી કરવામાં આવ્યું હતું. ભોજન ઉપરાંત પાછળથી નાસ્તો પણ આપવાનું નક્કી થતા નાણાંકીય જોગવાઇ વધારવી પડે તેમ છે. નામ બદલવાની જાહેરાત થઇ ત્યારે જ કેન્દ્ર સરકારે રૂ. 1.31 લાખ કરોડ 5 વર્ષ માટેની જોગવાઇ થશે તેવું નક્કી કર્યુ હતું તેમ મધ્યાન્હ ભોજન યોજનાના કર્મચારી સંઘનું કહેવું છે.


દરવર્ષે રૂ. 25 હજાર કરોડની જોગવાઇ કરવી પડે તેને બદલે વર્ષ 2021 માં રૂ. 12 હજાર કરોડની જોગવાઈ હતી જે 2022માં રૂ. 11 હજારની જોગવાઈ હતી. હવે 2022 -23 માં રૂ. 10 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવતા 60 ટકા જેટલો કાપ મુકાયો હોવાનું મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા જણાવાયું હતું.