અમદાવાદ :  દિવાળી તહેવારને આડે માત્ર હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ગુજરાતમાં સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદે તેવી શક્યતાઓ છે. આ મુદ્દે આવતીકાલ સુધીમાં રાજ્ય સરકાર નિર્ણય લઇ અને જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દિવાળી સાથે ગુજરાતી નવુ વર્ષ આવે છે તથા આઠ મહિના લાંબા લોકડાઉનથી કંટાળેલા લોકો ઉજવણીના મુડમાં જોવા મળી રહ્યા છે. લોકોની ઉજવણીમાં ભંગ કરવાનાં મુડમાં સરકાર જરા પણ નહી હોવાનું સુત્રો કહી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં એક વોર્ડ એક બેઠક આધારિત કોર્પોરેશનની ચૂંટણી મુદ્દે સુપ્રીમ 24 નવેમ્બરે કરશે સુનાવણી

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દેશના અનેક રાજ્યોને હવામાં વધુ પડતા પ્રદૂષણ મુદ્દે નોટિસ ફટકારી છે. જેમાં ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોનો સમાવેશ થાય છે. આવા પ્રદૂષિત શહેરોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાય તેવી શક્યતા છે. આ નિર્ણયે કોરોનાની સ્થિતી અને પ્રદૂષણના આધારે લેવાશે. મુખ્યમંત્રી પણ ઇચ્છે છે કે લોકો આનંદમાં રહે. તો જ તેમની માસિક અને શારીરિક સ્વસ્થતા જળવાશે. જો કે રાબેતા મુજબ દિવાળીના તહેવારોમાં રાત્રે દસથી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા  પર જે પ્રતિબંધ લદાયેલો છે તે યથાવત્ત રહેશે. 


અમદાવાદ આગકાંડ મુદ્દે 12 નિર્દોષોને ભરખી જનારા ત્રણેય આરોપીઓના રિમાન્ડ મંજૂર, 10 નવેમ્બર સુધી રિમાન્ડ

સુપ્રીમ અગાઉ પ્રતિબંધ અંગે મનાઇ કરી ચુકી છે
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દેશના કેટલાક રાજ્યોને હવામાં વધુ પડતા પ્રદૂષણ મુદ્દે નોટિસ ફટકારી છે. જેમાં ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોનો સમાવેશ થાય છે. આવા પ્રદૂષિત શહેરોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાય તેવી અપીલ કરી હતી. જો કે સરકારની કોરોના કાળથી કંટાળેલા લોકો ઉજવણી કરે અને ખુશ રહે તેવી છે. જેથી સરકાર પ્રતિબંધ લગાવે તેવી શક્યતાઓ ઓછી છે. જો કે રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ યતાવત્ત રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube