અર્પણ કાયદાવાલા/અમદાવાદ : ખાનગી હોસ્પિટલો અને કોર્પોરેટ હોસ્પિટલ માટે તો જાણે કોરોના જાણે નવા અવસર લઇને આવ્યું છે. ખાનગી હોસ્પિટલો દેશ પર મોટો ખતરો આવેલો છે તેવી સ્થિતીમાં પણ દર્દીઓને લૂંટવાની એક પણ તક છોડતું નથી. એક તરફ જ્યારે બેડ ખુટી પડ્યા છે ત્યારે ખાનગી હોસ્પિટલો દર્દી જાણે દુઝતી ગાય હોય તે પ્રકારે લૂંટ ચલાવી રહી છે. જેના પગલે સરકારે પણ લાલ આંખ કરવાની ફરજ પડી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરમાં કોરોના સંક્રમણની ગંભીર સ્થિતીને જોતા ખાનગી હોસ્પિટલોમાં કેટલા બેડ ખાલી છે તેની સમીક્ષા કરવા માટે અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શહેરમાં ખાનગી હોસ્પિટલો દ્વારા બેડ ભરવા માટે થતી ગેરકાયદેસર પ્રવૃતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. 

આ અંગે રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને AMC કમિશ્નર મુકેશ કુમાર સહિતના અધિકારીઓની આજે બેઠક મળી હતી.  આ બેઠકમાં તેમણે કહ્યું કે, શહેરમાં ખાનગી હોસ્પિટલ દ્વારા જે દર્દીઓની જરૂર ન હોય અથવા તો ઓક્સિજન લેવલ પણ ઓછુ ન થયું હોય તેમ છતા ખાલી બેડ ભરવા માટે બિનકાયદેસર પ્રવૃતિ ચાલી રહી છે. આ વાત AMC ની જાણમાં આવી છે. 

હોસ્પિટલના સંચાલકોને આ પ્રવૃતિ બંધ કરવા રાજ્ય સરકારે આદેશ આપ્યો છે. આ બાબતે મેડિકલ એસોસિએશનનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલનાં નામે સરકાર પાસેથી ટોકન દરે જમીન અને અન્ય અનેક સગવડ અને રાહત લેવા છતા હોસ્પિટલો ન માત્ર ઉઘાડી લૂંટ ચલાવે છે સાથે સાથે સરકાર દ્વારા સુચન થાય તો તેના અમલમાં પણ ગલ્લા તલ્લા કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube