* કોમર્સ ફેકલ્ટીમાં એક અધ્યાપકે 294 વિદ્યાર્થી 
* લો ફેકલ્ટીમાં એક અધ્યાપકે 247 વિદ્યાર્થી 
* જર્નાલિઝમ ફેકલ્ટીમાં એક અધ્યાપકે 155 વિદ્યાર્થી 
* પાદરા કોલેજમાં એક અધ્યાપકે 233 વિદ્યાર્થીઓ છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિ અગ્રવાલ/વડોદરા : શહેરની એમ એસ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના આક્ષેપ થતાં સરકારે 682 પોસ્ટ પર ભરતી પ્રક્રિયા અટકાવી દીધી છે, જેના કારણે અધ્યાપકોની સંખ્યાની સરખામણીએ વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. જેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર થઈ રહી છે. એમ એસ યુનિવર્સિટીમાં ભાજપના જ બે જૂથો સંકલન સમિતિ અને સત્તાધારી પક્ષ સામસામે આવ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. યુનિવર્સિટી સત્તાધીશોએ 682 પોસ્ટ માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરી હતી.


AHMEDABAD: મહિલાઓ ડ્રાઇવિંગ શીખે તે માટે તેલંગાણાની એક મહિલાએ શરૂ કર્યો અનોખો પ્રયાસ


જેમાં ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પણ લેવાઈ ગયા હતા, પણ સંકલન સમિતિના સેનેટ સિન્ડિકેટ સભ્યોએ ભરતીમાં કૌભાંડ થયાના આક્ષેપ કરતાં સરકારે ભરતી પ્રક્રિયા અટકાવી દીધી છે. જેના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ પણ અધ્યાપકોની સંખ્યા નથી વધી રહી. જેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે એમ ચુડાસમા ખુદ સ્વીકાર કરે છે કે કોઈપણ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી અને અધ્યાપકો વચ્ચેનો રેશિયો વધુ ન હોવો જોઈએ, પણ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સરખામણીએ અધ્યાપકો ઓછા છે. જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર તો અસર થઈ જ રહી છે , સાથે નેકના રેન્કિંગમાં પણ  યુનિવર્સિટીનું નબળું પરિણામ જોવા મળશે.


GUJARAT CORONA UPDATE: નવા 30 કેસ, 18 સાજા થયા, એક પણ મોત નહી


વિદ્યાર્થીઓની સરખામણીએ અધ્યાપકોની સંખ્યા ખૂબ ઓછી હોવાથી હવે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ સત્તાધીશો પાસે અધ્યાપકોની ભરતી કરવાની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત ભાજપના જ બે જૂથો વચ્ચેની લડાઈના કારણે વિદ્યાર્થીઓને નુકશાન થઈ રહ્યા હોવાના આક્ષેપ પણ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ સરકાર પાસે યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના થયેલા આક્ષેપની યોગ્ય તપાસની સાથો સાથ અધ્યાપકોની પણ વહેલીતકે ભરતી કરવાની માંગ કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube