મેવાણીનો વેધક સવાલ `પાટીલ નથી મંત્રી કે નથી મુખ્યમંત્રી તો સરકારી બાબતમાં હસ્તક્ષેપ કેમ?
વડગામના જળ આંદોલન મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું નિવેદનભારત સરકારના નીતિ આયોગ મુજબ 2040માં ગુજરાતમાં પીવાના પાણીનો ગંભીર સમસ્યા થવાની છે. દેશના 80 કરોડ લોકોને પીવાના પાણીની સમસ્યા થશે. દેશ અને ગુજરાતમાં પાણીની સમસ્યા કેટલી હદે ચિંતાજનક છે અને હજી પણ થવાની છે. ઉત્તરગુજરાતના 24 તાલુકા ઉલેચાઇને પુરા થઇ ચુક્યાં છે ત્યાં પાણી જ નથી. વડગામના મુક્તેશ્વર ડેમ અને કરમાવત તળાવમાં પાણી આવે તે માટે ગુજરાતની વિધાનસભામાં પણ અમે આ મુદ્દો ઉઠાવ્યો છે. સૌથી પહેલા આ અંગે રજુઆત મે કરી છે.
અમદાવાદ : વડગામના જળ આંદોલન મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું નિવેદનભારત સરકારના નીતિ આયોગ મુજબ 2040માં ગુજરાતમાં પીવાના પાણીનો ગંભીર સમસ્યા થવાની છે. દેશના 80 કરોડ લોકોને પીવાના પાણીની સમસ્યા થશે. દેશ અને ગુજરાતમાં પાણીની સમસ્યા કેટલી હદે ચિંતાજનક છે અને હજી પણ થવાની છે. ઉત્તરગુજરાતના 24 તાલુકા ઉલેચાઇને પુરા થઇ ચુક્યાં છે ત્યાં પાણી જ નથી. વડગામના મુક્તેશ્વર ડેમ અને કરમાવત તળાવમાં પાણી આવે તે માટે ગુજરાતની વિધાનસભામાં પણ અમે આ મુદ્દો ઉઠાવ્યો છે. સૌથી પહેલા આ અંગે રજુઆત મે કરી છે.
નરેશ પટેલ રાજકારણમાં નહી આવે પણ રાજનીતિના ચાણક્ય બનશે? શરૂ કરશે પોલિટિકલ એકેડમી
લાલજીભાઇ ચૌધરી દ્વારા મારા વિધાનસભા વિસ્તારમાં કરબાવત તળાવમાં નર્મદાના નીર આવે તેના આંદોલનનો પાયો નાખ્યો અને 28-30 વર્ષથી તમામ લોકો હાથ જોડીને રાજ્ય સરકાર પાસે માંગ અને વિનંતી કરી રહ્યા છે તેમ છતા હજી સુધી સરકારના પેટનું પાણી નથી હલતું. લાલજીભાઈએ નર્મદાના પાણી માટેના આંદોલનનો પાયો નાખ્યો. મેવાણી 27 વર્ષથી વડગામ વિસ્તારના લોકો પાણી માટે હાથ જોડીને આજીજી કરી રહ્યા છે. મેવાણી વિધાનસભાના ફ્લોર પર અને મુખ્યમંત્રીથી સચિવ સુધી દરેક જગ્યાએ રજૂઆત કરાઇ ચુકી છે.
ડીઝલની અછત છે? પાટણમાં અડધો અડધ અને ગુજરાતના 20 ટકા પેટ્રોલપંપ બંધ
કરમાવત તળાવમાં પાણી ભરવા માટે અનેક આંદોલન કર્યા છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકો પાણીની માગણી કરી રહ્યા છે. 50 હજાર બહેનો પોતાના ભાઈ નરેન્દ્રભાઇને પોસ્ટકાર્ડ લખીને પાણી માગી રહી છે. આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રીને અલ્ટિમેટમ આપવા માટે જવાનો છું. જો પાણી આપવામાં નહિ આવે તો અમે રસ્તા ઉપર પણ ઉતરિશું. સરકાર બનાસકાંઠાને સરકાર પાણી આપે તો કોંગ્રેસ દરેક રીતે સમર્થન આપીશું.
'અગ્નિપથ યોજના'ના સમર્થન ભાવનગરના યુવકે લોહીથી રક્ષામંત્રીને લખ્યો પત્ર, કહી આ વાત
આ અંગે સી.આર પાટીલે પાણીના મુદ્દે આપેલી પ્રતિક્રિયા પર મેવાણીએ ચાબખા વિંઝ્યા હતા. ગઈકાલે વિડિયો જાહેર કર્યો તો સી આર પાટિલનું રીએકશન આવ્યું છે. સી.આર પાટિલે સિંચાઈ કે પાણી પુરવઠા મંત્રી નથી આ મુદ્દે દખલગીરી કરવાની જરૂર નથી. સરકાર વિધાનસભાનું એક દિવસીય સત્ર બોલાવી બજેટની જાહેરાત કરવાની માંગ કરી હતી. તળાવ અને ડેમ ભરવાની જાહેરાત કરો ૧૧૦ કરોડનો પ્રોજેક્ટ તૈયાર છે. એક્સટેન્ડ કરી તળાવ અને ડેમ ભરવામાં આવે તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube