સમીર બલોચ/અરવલ્લી : ઉનાળાના પ્રારંભે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના નવાગામ, નવા વેણપુર ગામે પાણીની સમસ્યાથી ગ્રામજનો પરેશાન થઇ ચુક્યા છે. સરકાર દ્વારા પાણી પુરવઠા અને નળ સે જલ યોજના અંતર્ગત લગાવાયેલ નળમાં પાણી નહિ આવતા મહિલાઓને 2 કિલોમીટર સુધી ચાલીને જવા મજબુર બનવું પડી રહ્યું છે. વિકાસની ગુલબાંગો વચ્ચે પણ લોકો પાણી માટે દોડાદોડી કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહો આશ્ચર્ય! ગુજરાતમાં અહીં કોંગ્રેસની બિનહરીફ રીતે થઇ જીત જશ્નનો માહોલ


એક તરફ આકરો ઉનાળો ચાલુ થઇ ચુક્યો છે. ગરમીનો પારો 40 ડિગ્રીને પર થઇ ચુક્યો છે, તેવામાં અરવલ્લી જિલ્લાના અંતરિયાળ ગામોમાં પાણીની સમસ્યાથી ગ્રામજનો પરેશાન છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં 24 હજાર કનેક્શનો આપી દેવાંમાં આવ્યો હોવાના દાવા કરાઈ રહયા છે. ટેવમાં જમીની વાસ્તવિકતા કૈક અલગ જોવા મળી છે. જિલ્લાના ભિલોડા તાલુકાના નવાગામ, નવા વેણપુરની કે જ્યા 3 હજારની વસ્તી વસવાટ કરે છે. ગામમાં પાણી પુરવઠા યોજના અને વાસ્મો દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત વર્ષો અગાઉ લાખ્ખોના ખર્ચે પાણીની ટાંકી બનાવી ઘરે ઘરે નળ જોડાણ પણ આપવામાં આવ્યા છે પરંતુ આ જોડાણ પાણીના અભાવે હાલ શોભાના ગાંઠિયા જેવા બન્યા છે. ગામના દરેક ઠેકાને લગાવેલા નળ કાટ ખાઈ ગયા છે. જેથી ગ્રામજનો પાણી વગર પરેશાન થઇ ગયા છે.


ડોક્ટર્સની હડતાળ સમેટાઇ: રાજ્યના સ્વાસ્થય સેવા સાંજથી જ ફરી એકવાર પૂર્વવત્ત થશે


ગામમાં પાણી નહિ આવતા ગૃહિણીઓને વહેલી સવારથી જ પાણી માટે આમ તેમ ભટકવું પડી રહ્યું છે. બે ત્રણ સ્થળોએ ફર્યા બાદ માંડ કોઈ સ્થળે પાણી મળે તો ક્યારેક ખાલી બેડું લઇ પરત જવું પડે છે. ગૃહિણીઓને પોતાનું કામ છોડી પાણી માટે દૂર સુધી ભટકવા મજબુર બનવું પડી રહ્યું છે. ક્યારેક પાણીની પારાયણને લઇ મહિલાઓ વચ્ચે અંદરો અંદર ઝગડા પણ થાય છે પશુઓને પણ પીવાના પાણી માટે મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા પાણીનું આયોજન કરી પાણી આપવા માંગ કરી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube