ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત નવલી નવરાત્રિ તેના અંતિમ ચરણમાં પહોંચી ગઇ છે. મંગળવારે દશેરાનાં પર્વની આખા ગુજરાતમાં ઉજવણી કરવામાં આવશે. દશેરાનાં દિવસે માં દુર્ગાની પૂજા, શસ્ત્ર પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં દશેરાએ ફાફડા-જલેબી આરોગવાનો ક્રમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય; બહુચરાજીમાં થશે વિકાસના કાર્યો, રોજગારીની નવી તકો..


દશેરાની ઉજવમઈ જલેબી,ફાફડા વગર અધૂરી છે. લગભગ દરેક ઘરમાં તે ખાવાની વર્ષોની પરંપરા રહી છે. દશેરાનાં દિવસે લોકો ખાસ જલેબી, ફાફડાં ખાસ મંગાવે છે. ત્યારે આ વર્ષે લોકો માટે એક ખુશખબર મળી રહ્યા છે. આ વર્ષે દશેરાના પર્વ પર ફાફડા જલેબીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. 


નેપાળમાં ભયંકર ભૂકંપ, કાઠમાંડૂમાં 6.1 તીવ્રતાનો આંચકો, દિલ્હી- NCR સુધી ધરતી ધ્રૂજી


આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરતમાં ફાફડા જલેબીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગીને વિજ્યાદશમીની ઉજવણી કરતા હોય છે. સુરતમાં 480 રૂપિયા પ્રતિ કિલો ફાફડાનો ભાવ ચાલી રહ્યો છે. જ્યારે દેશી ઘીમાં બનેલી જલેબીનો ભાવ 500 રૂપિયા પ્રતિ કિલો છે અને સિંગતેલમાં બનેલી જલેબીનો ભાવ 280 રૂપિયા કિલો છે. દશેરાના દિવસે ફરસાણની દુકાનો પર જલેબી-ફાફડા ખરીદવા ભારે ભીડ લાગે છે. અત્યારથી જ દુકાનદારોને ફાફડા જલેબીના ઓર્ડરો આવવા માંડ્યા છે.


ફરી ગુજરાતીઓ ચિંતામાં! આજે બપોર સુધીમાં અત્યંત ભીષણ ચક્રવાતમાં ફેરવાશે વાવોઝોડું તેજ


દશેરાના દિવસે ગુજરાતના દરેક શહેરમાં કરોડોના ફાફડા જલેબી આરોગવામાં આવે છે. જેમાં સુરતીઓ તો અવ્વલ છે. સુરતીઓ આ વર્ષે કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગશે. સુરતમાં ભાવ પર એક નજર કરીએ તો, ફાફડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. હાલનો ફાફડાનો નવો ભાવ 480 રૂપિયા છે. તો જલેબીનો નવો ભાવ 500 રૂપિયા કિલો છે. 


નગરદેવી ભદ્રકાલીના હાથનું નિશાન આપે છે ઐતિહાસિક પુરાવો! જોડાયેલી છે આ એક લોકવાયકા