નવસારીઃ નવલી નવરાત્રિ ચાલી રહી છે, સૌ ખેલૈયા ગરબે ઘૂમી આ આદ્યશક્તિની આરાધના કરી રહ્યા છે. જો કે શહેરમાં અલગ ગરબા જોવા મળી રહ્યા છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં અવનવી ગરબીઓ અને પરંપરાગત ગરબાની આજે પણ પરંપરા યથાવત્ છે.....દોરીથી રમવામાં આવતો રાસ જે અનેરુ આકર્ષણ જમાવે છે...ત્યારે કેવો હોય છે આ દોરી રાસ?, ક્યાં રમાઈ રહ્યો છે આ પરંપરાગત દોરી રાસ?...જુઓ આ અહેવાલમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ આ છે સાચા ગરબા...આ જ છે માતાજીની આરાધાનાનું પર્વ નવલા નોરતા...આ જ એ ગરબા છે જેને આસ્થા, આરાધના અને ભક્તિનું પર્વ કહેવાય છે...પરંતું શહેરોના પાર્ટીપ્લોટમાં થતાં ગરબા અલગ હોય છે...જેમાં આયોજકો મોટા ખર્ચા કરીને ખેલૈયા પાસેથી પૈસા લઈને ગરબા રમાડે છે...જેમાં આસ્થા ઓછી અને આનંદ વધારે હોય છે. પરંતુ નવસારીના ગણદેવીમાં પૌરાણિક ધરોહર કેવી સચવાઈ રહી છે તે જુઓ....અહીં ઢોલ, મંજીરા અને ખંજરીના તાલે અનોખો રાસ રમવામાં આવે છે...પ્રજાપતિ સમાજના લોકો દોરી રાસ રમી માતાજીની આરાધના કરે છે....


આ રાસમાં સામ સામે ઊભેલા ખેલૈયાઓ હાથમાં દોરી રાખી એવી રીતે રાસ રમે છે કે, એક સરસ મજાનું દોરીનું ગુંથણ થઈ જાય છે...અને આ એવું ગૂંથણ હોય છે જે અનેરુ આકર્ષણ જમાવે છે. પ્રથમ ક્લોક વાઇસ રાસ રમીને દોરીનું ગુંથણ કરવામાં આવે છે. અને જ્યારે એ જ પાર્ટનર સામે આવે ત્યારે એન્ટી ક્લોક વાઇસ ફરી દોરીનું ગુંથણ છોડવામાં આવે છે. પરંતુ દોરી સાથે રમતા આ પ્રજાપતિ ખેલૈયાઓ એકાગ્ર થઈ કલાકો સુધી દોરી રાસ રમે છે. ચાલુ ગરબાએ કોઈ થાકી જાય, તો એવી રીતે બદલી થઈ જાય છે કે, રાસ રમવામાં અને દોરીનું ગુંથણ બનાવવામાં બાકીના સભ્યોને તકલીફ પડતી નથી.


કેવી રીતે રમાય છે દોરી રાસ? 
પ્રથમ ક્લોક વાઇસ રાસ રમીને દોરીનું ગુંથણ કરાય છે
એન્ટી ક્લોક વાઇસ ફરી દોરીનું ગુંથણ છોડાય છે
પ્રજાપતિ ખેલૈયાઓ એકાગ્ર થઈ કલાકો સુધી દોરી રાસ રમે છે
ચાલુ ગરબાએ કોઈ થાકી જાય તો બદલી થઈ જાય છે 
રાસ રમવામાં, દોરીના ગુંથણમાં બાકીના સભ્યોને તકલીફ પડતી નથી


ગણદેવીમાંથી પ્રેરણા લઈને બીલીમોરના યુવાનો પ્રોફેશનલ ગરબામાં ભાતીગળ પરિધાન સાથે દોરી રાસ રમી રહ્યા છે. આ ખાસ દોરી રાસ બીલીમોરાના નીલમ પંચાલ નામના મહિલા છેલ્લા 20 વર્ષથી લોકોને શીખવે છે.... દોઢિયા શીખવતા નીલમ પરંપરાગત ગરબા અને તેની પરંપરા નવી પેઢી જાણે, સમજે અને રમે એવા ઉદ્દેશ્ય સાથે દોરી રાસ શીખવી રહ્યા છે. બીલીમોરાના કોમર્શિયલ ગરબા ઉત્સવમાં નીલમ અને તેમના 32 ખેલૈયાઓની ટીમ રંગબેરંગી દોરીઓ સાથે દોરી રાસ રમે છે....


તો નવસારી જિલ્લાની માફક પાટણ શહેરમાં પણ કંઈક આવો જ દોરી રાસ રમવાની એક અલગ પરંપરા છે...શહેરના ગુર્જરવાડામાં ઢોલ મંજીરાના તાલે દોરી ગરબા રમવામાં આવે છે...હાથમાં દોરી પકડી અડધા ખેલૈયા અંદરની તરફ રમે છે અને અડધા ખેલૈયા બહારની તરફ રમે છે...જેના કારણે દોરીમાં અલગ જ ગૂંથણ તૈયાર થાય છે....તૈયાર થયેલા આ ગૂંથણ ગરબા રમતાં રમતાં જ ખોલવામાં આવે છે.