રાજકોટ : પૂર્વ પ્રેમીના ત્રાસથી યુવતીએ આપઘાત કરી લીધો હતો. આ અંગે યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. યુવતીના પિતા અનુસાર આ યુવક દીકરીને વારંવાર પરેશાન કરતો હતો. ફોન કરીને ધમકાવતો હતો. ફોન કરીને ધમકાવતો રહેતો હતો. જેનાથી પરિવારે એકવાર ઘર પણ છોડ્યું હતું. સુનિલ તેના મિત્રોને પરિવારના લોકોને મારવા માટે પણ લાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસણ આહીર 25 વર્ષથી આવે છે, એના એ કામ ગણાવે છે પણ ભાજપે ઘણા કામ કર્યા છે: સી.આર પાટીલ


હરસિદ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી નામની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધોહ તો. ઘટનાની જાણ થતા રાજકોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસમાં સામે આવ્યું કે, દિપાલીના માતા-પિતા કોઇ પ્રસંગમાં ગયા હતા. જેથી પરિણીત બહેન અને તેના મોટાભાઇ ઘરે ગયા હતા. દિપાલીના રૂમમાં જઇને આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરક થઇ ગયો હતો. દિલાપી બે ભાઇ અને બે બહેનોમાં બીાજ નંબરની હતી. તે કોલેજ સુધીનો અભ્યાસ કરતી હતી. 


અમદાવાદ સિવિલની અનોખી સિદ્ધિ: અંગદાનના મહાઅભિયાન અંતર્ગત 60 મું અંગદાન


હાલ પોલીસ દ્વાાર આપઘાત માટેની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીનેત પાસ આદરી છે. સ્યુસાઇડ નોટમાં યુવતીએ ઉલ્લેખ કર્યો છે કે, મને આપઘાત માટે મજબુર કરનાર સુનિલ કુકડીયા છે અને તેણે મારા માતા પિતાને ગાળો આપી હતી અને મારી સાથે મારપીટ પણ કરી હતી. સોરી પપ્પા. આરોપીના એક દિવસ પહેલા જ લગ્ન થયા હતા. જો કે યુવક લગ્ન છતા પણ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જેથી કંટાળીને યુવતીએ આખરે આપઘાત કરી લીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube