Morbi News : ગુજરાતમાં હવે નકલીનો ખેલ ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. નકલી સરકારી કચેરી બાદ હવે નકલી ટોલનાકું પકડાયું છે. મોરબીમાં NHAIના ટોલનાકાની બાજુમાં ધમધમતું ગેરકાયદે ટોલનાકું ઝડપાયું છે. સરકારની નાક નીચે વઘાસીયા ગામે છેલ્લાં દોઢ વર્ષથી ગેરકાયદેસર ટોલનાકું ચાલતું હતું. એટલુ જ નહિ, નાના-મોટા વાહનો પસાર થાય તે પ્રકારે ગેરકાયદે ટોલનાકુ બનાવ્યું હતં અને 50થી 200 રૂપિયા સુધીનો ગેરકાયદે ટેક્સ પણ વસૂલાતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીના વઘાસીયા પાસે ગેરકાયદેસર ટોલનાકુ મામલો ગરમાયો છે. નેશનલ હાઇ વે ઓથોરીટીએ થોડા મહિના પહેલા કલેક્ટર અને એસપીને આવા ટોલનાકુ ચાલી રહ્યુ છે તે અંગેનો પત્ર લખ્યો હતો. આ પત્રમા તમામ વિગતો લખીને આપવામાં આવી હતી.


ગેરકાયદે ચાલતા ટોલનાકાનો ચાર્જ


  • ફોર વ્હીલર - 50 રૂપિયા

  • મેટાડોર અને આઇસરના - 100 રૂપિયા

  • ટ્રકના 200 રૂપિયા ઉઘરાવતા હતા 


અરેરાટીભર્યો કિસ્સો : લોખંડનો સળિયો ઘૂસી ગયેલો પગ લઈને હોસ્પિટલ પહોંચ્યો દર્દી


પોલીસ દોડતી થઈ
મોરબીના વઘાસીયા પાસે ગેરકાયદેસર ટોલનાકુ બંધ કરાવવા કવાયત શરૂ કરાઈ છે. પોલીસને ગેરકાયદેસર ટોલ તરફ જતા રસ્તા ઉપર તૈનાત કરાઈ છે, જેથી કોઈ મુસાફરો લૂંટાય નહિ. ગેરકાયદે ત્યાંથી નીકળતા ટ્રક, મેટાડોર સહિતના વાહનોને ટોલનાકા પર તરફ પાછા વાળવાની કામગીરી શરૂ કરાઈ છે. ગેરકાયદેસર ટોલનાકાના સમાચાર આવતાની સાથે જ પોલીસ વિભાગ અને તંત્ર દોડતું થયું છે. 


 


લખી રાખજો, આગામી 5 વર્ષ ગુજરાતના જ છે! આ ક્ષેત્રમાં આગામી 5 વર્ષમાં ચાંદી જ ચાંદી છે


કોની રહેમરાહથી ચાલતુ હતું ટોલનાકું
ગેરકાયદે ચાલતા ટોલનાકા અંગે નેશનલ હાઇવે ઓથોરિટી અને સેફ વે કંપનીને જાણ થઈ હતી. 30 જુલાઈ 2022ના પ્રાંત અધિકારીને પાત્ર લખી જાણ કરી હોવાનું સામે આવ્યું છે. 14 સપ્ટેમ્બર 2022ના જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ છતાં કોઈ પગલાં ન લેવાયા. 7 માર્ચ 2023ના જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છતાં કોઇ પગલાં નહિ. 30 મે, 2023ના વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા અરજી કરી તેમ છતાં કોઈ કાર્યવાહી ન થઈ. પોલીસ સ્ટેશને ફરિયાદ ન લીધી હોવાથી 16 જૂન, 2023ના ફરી પત્ર લખવામાં આવ્યો હતો. આટલા સ્થળોએ પત્રો લખવામાં આવ્યા છતાં અધિકારીઓએ પગલાં ન લેવાયા.


હાલ કલેક્ટર દ્વારા વાંકાનેર પ્રાંતને નકલી ટોલનાકા અંગે તપાસ સોંપવામાં આવી છે. ડીવાયએસપી પણ તપાસમાં જોડાયા હોવાની માહિતી મળી છે. મામલતદારની ટીમ વાઘસિયા ટોલ નાકા વિઝિટ કરી રવાના થઈ છે. જોકે, આ મામલે તંત્ર કેમેરા સામે મૌન સેવ્યું છે.