બુરહાન પઠાણ/આણંદ: આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં શાક માર્કેટ પાછળ કચરાના ઢગલામાંથી ઇવીએમ મશીનના બે બેલેટ યુનિટ મળવાની ઘટનાને લઈને જિલ્લા ચૂંટણી વિભાગની ઘોર બેદરકારી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દંડા-લાકડીઓ-કાચની બોટલો...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે પથ્થમારો, પોલીસે પહેરવા...


ઇવીએમ મશીનને લઈને શંકા સાથે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે બોરસદ શહેરમાં શાકમાર્કેટ પાછળ કચરાનાં ઢગમાંથી ઇવીએમ મશીનના બે બેલેટ યુનિટ બિન વારસી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણકારી થતા તાલુકા ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને બિનવારસી ઇવીએમ બેલેટનાં બે યુનિટ કબ્જે કર્યા હતા. 


આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી પડી શકે છે વરસાદ! નદીઓમાં આવશે પૂર, અંબાલાલની ઘાતક આગાહી


પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પાલિકાનાં સફાઈ કામદારો દ્વારા ઈવીએમ બેલેટનાં બે યુનિટ મળી આવ્યા બાદ આસપાસનાં વિસ્તારમાંથી કચરો સાફ કરી અન્ય ઈવીએમ કે બેલેટ યુનીટ છે કે કેમ તેની તપાસ હાથ ધરી હતી. નિવાસી અધિક કલેકટરના જણાવ્યા પ્રમાણે મંગળવારે સવારે 11.10 કલાકે જિલ્લા કલેકટરને- ટેલિફોનિક મેસેજથી બોરસદના ભોભાફળી વિસ્તારમાં જુના એ.પીએમ.સી શાક માર્કેટની પાછળ આવેલ કચરાના ઢગલામાં રાજય ચૂંટણી આયોગના બે બેલેટ યુનિટ મળી આવ્યાની જાણ થઈ હતી. 


અમદાવાદમાં મેઘરાજા ભુક્કા બોલાવશે! આ વિસ્તારોમાં ભારે વરસાદ ગુજરાતમાં નોંતરશે વિનાશ!


આ મશીન અમીયાદ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીના હતા. આ બાબતે તાત્કાલિક જ જિલ્લા કલેક્ટરએ બોરસદ પ્રાંત અધિકારીને તપાસ કરવાનું જણાવતાં, બોરસદ પ્રાંત અધિકારીએ તુરંત જ સ્થળ મુલાકાત કરી, જગ્યાનો પંચક્યાસ કર્યો હતો. જેમાં બે બેલેટ યુનિટ સિવાય કોઈ અન્ય ચૂંટણીલક્ષી સાહિત્ય મળી આવ્યું ન હતુ, પ્રાંત અધિકારીએ બન્ને બેલેટ યુનિટ આગળની તપાસના કામે કબજે લઈ આ અંગે બોરસદ ટાઉનના પોલીસ ઈન્સ્પેક્ટર ને તપાસ કરી, રીપોર્ટ આપવા સુચના આપી હતી. 


18 મહિના બાદ મહાલક્ષ્મી રાજયોગ બનવાથી આ જાતકોની બલ્લે-બલ્લે, આ જાતકોને થશે ધનલાભ


આ બેલેટ યુનિટ સને, 2018ની અમિયાદ ગ્રામ પંચાયત પેટા ચૂંટણીના કામે વોર્ડ નં.9 માટે વપરાયેલ બેલેટ યુનિટ તથા રીઝર્વ બેલેટ યુનિટ માલુમ પડેલ છે. જે સંદર્ભે બોરસદ પ્રાંત અધિકારીશ્રીએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આણંદને જે તે ચૂંટણી વખતે ફરજ પરના અધિકારી અને કર્મચારીની વિગતો સાથે અહેવાલ મોકલી આપતાં તેના આધારે કલેક્ટર પ્રવિણ ચૌધરીએ તત્કાલિન ફરજ પરના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને કારણદર્શક નોટીસ આપી, રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર ખાતે રીપોર્ટ કર્યો છે. આ અંગેની જાણ થતા એસઓજી પોલીસ પણ ધટના સ્થળે દોડી ગઈ હતી અને આ બનાવની બોરસદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.