અતુલ તિવારી, અમદાવાદ: ધોરણ 12 સાયન્સનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરાયા બાદ હવે વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર એન્જીનીયરીંગ અને ફાર્મસીની બેઠકો પર પ્રવેશ મેળવવાનો છે ત્યારે ઇડબલ્યુએસને કારણે રાજ્યની એન્જિનિયરિંગ કોલેજોની સીટોમાં છ હજાર જેટલો વધારો થશે. કેન્દ્ર સરકારે ઇકોનોમી વિકર સેક્શન બીલને મંજુરી આપી દેતા આગામી સત્રથી એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયામાં ઇડબલ્યુએસનો અમલ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં નવી કોલેજોને મળી મંજૂરી, ફાર્મસીમાં 360 સીટોનો થયો વધારો


આ અંગેનો અમલ કેવી રીતે કરવો તે અંગે સરકારમાં વિચારણા ચાલી રહી છે પરંતુ જે પ્રકારે માહિતી સામે આવી છે તે મુજબ એન્જિનિયરિંગની સીટોમાં વધારો કરવામાં આવી શકે છે. હાલમાં આચારસંહિતાને કારણે આ સમગ્ર મામલે વિલબ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યની એન્જિનિયરિંગ કોલેજોમાં 61 હજાર સીટો છે અને જો તેમાં 10 ટકાનો વધારો કરવામાં આવે તો છ હજાર સીટોનો વધારો કોલેજોમાં થઇ શકે છે જેનો સીધો ફાયદો વિદ્યાર્થીઓને થશે.


ખેડૂતોની મોટી જીત, પેપ્સીકો કંપનીએ બટાકાના કોપીરાઈટ મુદ્દે કરેલા કેસ પાછા ખેંચ્યા 


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...