Nitin Patel On Jantri Rates અતુલ તિવારી/અમદાવાદ : જંત્રીનો દર બમણો કરવાથી બિલ્ડરો અને ગ્રાહકો અટવાયા છે. આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામા આવી છે. જેમાં કોઈ નિર્ણય લેવાય કે નહિ તે હજી નક્કી નથી. પરંતુ આ  મામલે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નિવેદન આવ્યું છે. નીતિન પટેલે કહ્યું કે, ગુજરાત સરકારે છેલ્લા 11 વર્ષથી જંત્રીના દરમાં કોઈ વધારો નહોતો કર્યો. જુદા જુદા રાજ્યોમાં દર બે ત્રણ વર્ષે જંત્રીના દરમાં નિયમિત વધારો થતો હોય છે. ગુજરાત સરકારે ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે જંત્રીના દરમાં 11 વર્ષથી વધારો કર્યો ન હતો. મધ્યમ અને ગરીબ વર્ગને પોતાનું ઘર મળી રહે તે હેતુથી સરકારે જંત્રીમાં કોઈ વધારો કર્યો ન હતો. તેથી સમય મર્યાદાના અનુસંધાનમાં કરાયેલો જંત્રીમાં વધારો એ વ્યાજબી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ જંત્રી વધારા પર કહ્યું કે, જંત્રીની આવક એ ગુજરાત સરકારને થતી કુલ આવકના પ્રમાણમાં ખૂબ જ મર્યાદિત છે. ગયા વર્ષે જંત્રી અને એના રજિસ્ટ્રેશનમાંથી લગભગ 10,500 કરોડ રૂપિયાની આવક થઈ હતી. ગુજરાત સરકારનું બજેટ સવા લાખ કરોડનું છે, જીએસટી અને વેટ સહિત અન્ય વેરાની આવકની સરખામણીમાં જંત્રીની આવક 10,500 કરોડ ગયા વર્ષે હતી, જે કુલ આવકના પ્રમાણમાં ખૂબ ઓછી હતી. જંત્રીનાં દર વધારવાથી સરકારની આવકમાં મોટો વધારો થશે એવું કાંઈ નથી. 11 વર્ષથી જંત્રીના ભાવમાં કોઈ વધારો નથી થયો, તેમ છતાં અલગ અલગ ચીજોમાં ભાવવધારો થતો રહ્યો છે. સરકારી કર્મચારીઓ સહિત અન્ય સરકારના ખર્ચમાં સતત વધારો થયો છે. કોરોનાકાળ વખતે સરકારની આવક બિલકુલ બંધ થઈ હતી સામે ખર્ચ પણ સતત ચાલુ રહ્યા હતા.


આ પણ વાંચો : 


જુનિયર ક્લાર્ક પરીક્ષાની આવી ગઈ તારીખ, આ દિવસે લેવાશે રદ થયેલી પરીક્ષા


ઠંડી બાદ અંબાલાલ કાકાએ કરી ગરમીની આગાહી, આ ઉનાળો કેવો જશે તે કહ્યું...


પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે જંત્રીમાં સરકારે કરેલો વધારો મારી દ્રષ્ટિએ વ્યાજબી છે, પરંતુ બમણો વધારો કરાયો છે એ જોતા બિલ્ડર અને ગ્રાહકવર્ગને આંચકો લાગે એ સ્વાભાવિક છે. જંત્રી બમણી થતા મુખ્યમંત્રીને આજે રજૂઆત પણ કરાઈ છે. મુખ્યમંત્રી એમની પદ્ધતિ પ્રમાણે તેમને મળેલી રજૂઆત પર તેમના અનુભવ મુજબ યોગ્ય નિરાકરણ કરશે, એવો મને વિશ્વાસ છે. જંત્રીમાં કરાયેલો વધારો મુદતમાં ફેરવી આપવો અથવા કેટલા ટકા વધારો કરવો એ અંગે સરકાર લોકોના હિતમાં નિર્ણય લેશે. 


બિલ્ડરોને CM ઓફિસનો ધક્કો પડ્યો કે મળી સફળતા, જાણી લો ભૂપેન્દ્ર પટેલે શું આપ્યો જવાબ