પાટણ: પાટણ ખાતે ગૌરવયાત્રની જાહેર સભા આજે બગવાડા દરવાજા ખાતે યોજાઈ હતી. જેમાં  પૂર્વ ડે,સીએમ નીતિન પટેલ ,અલ્પેશ ઠાકોર સહિત ભાજપ નેતાઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ચૂંટણી પહેલા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લવ જેહાદ મુદ્દે ચોંકાવનારું નિવેદન આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૌરવયાત્રની જાહેર સભા પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે લવ જેહાદ મુદ્દાને લઇ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, બેન-દીકરીઓની છેડતી કરે પછી સરકાર કડક થાય તો પછી કહે તમે કોમને હેરાન કરો છો. તો હું એમ કહું છું કે તમે જાત જાતના ફતવા બહાર પાડો છો તો એવો ફતવો કેમ બહાર નથી પડતા કે કોઈએ હિન્દૂ છોકરી સાથે લગ્ન કરવા નહિ, ત્યારે તો મારા બેટા આપણી છોકરીઓને લઇ જઈ ખાનગીમાં નિકાહ પઢાઈ લે છે. તો એ વખતે એવો ફતવો બહાર પાડો. 


નીતિન પટેલે ઉમેર્યું હતું કે, મોટા મોટા મૌલાનાઓ, મોટા મોટા મુલ્લાઓ ફતવો બહાર પાડે છે કે બહાર કે કોઈએ હિન્દૂની દીકરી સાથે લગ્ન કરવા નહિ. આ ફતવો બહાર પાડશો તો લવ જેહાદ બંધ થઇ જશે. સરકારની જમીન પર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી, દેશદ્રોહી પ્રવૃત્તિ કરી, બેટ દ્વારકા દરિયા પછી પાકિસ્તાનનો દરિયો આવે બોર્ડર પર જ્યાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ ભાજપ સરકાર ચલાવી નહિ લે. એ કોઈ પણ પ્રકારનું દબાણ હોય તે ચલાવી લેવામાં નહિ આવે તેમ જણાવ્યું હતું.