ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખીયાના પુત્ર આપઘાતનો પ્રયાસ કર્યો છે. જીતેન્દ્ર સખીયાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેના કારણે તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જીતેન્દ્ર સખિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં ડિરેક્ટર છે. ડી.કે. સખિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં અગાઉ ચેરમેન પદે રહી ચૂક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીતેન્દ્ર સખીયાને કયા કારણોસર ઝેરી દવા પીધી તેની માહિતી મળી શકી નથી, પરંતુ તેમને તાત્કાલિક હોસ્પિટલ અર્થે દાખલ કરવામાં આવતા તેઓનો જીવ બચી ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ દોડી જઈ પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.


હાલમાં રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખીયાનું પત્તું કપાયું હતું. જેના કારણે તેમના પુત્રને ટિકીટ આપવામાં આવી હતી. આ ચૂંટણીમાં જીતેન્દ્ર સખીયાની જીત થઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube