Rajkot Temple Fire: ભગવાનથી નારાજ થયેલા માજી સરપંચે ગામના 3 મંદિરોમાં આગ લગાડી, ગામલોકો રોષે ભરાયા
Temples Burnt in Rajkot : રાજકોટના જીયાણા ગામમાં અસામાજિક તત્વો બેફામ... રામદેવ પીર, મેલડી માતાના મંદિરમાં કરી આગચંપી... પોલીસે ગુનો દાખલ કરી હાથ ધરી તપાસ.. માજી સરપંચે તમામ મંદિરમાં આગ લગાવી હોવાનું ખૂલ્યું
Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લાના જીયાણા ગામમાં એક અજીબ ઘટનાથી આખા ગામની લાગણી દુભાઈ હતી. કોઈએ ગામમાં આવેલા ત્રણ મંદિરોમાં આગ લગાવી હતી. એટલુ જ નહિ, મંદિરોમાં આગ લગાડી મૂર્તિ-છબી નષ્ટ કરાઈ હતી. ભગવાનની મૂર્તિઓ પણ બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. ત્યારે આ મામલે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. ગામના માજી સરપંચે ભગવાનથી મનદુખમાં અને નારાજગીમાં મંદિરોમા આગચંપી કરી હોવાનું ખૂલ્યું હતું.
ટાયરથી મંદિરને સળગાવાયું હતું
ગઈકાલે મોડી રાતે કોઈએ જીયાણા ગામના પાદરમાં આવેલ રામાપીરના મંદીરની અંદર ટાયર મુકી સળગાવ્યું હતું. જેમાં મંદિરની અંદરની રામાપીરની મૂર્તિ નષ્ટ કરી નાખેલ છે, તેમજ ગામની સીમમાં આવેલ બંગલા વાળી મેલડી માતાના મંદીરમાં પણ લાકડા સળગાવી મેલડી માતાની છબી સળગાવી નષ્ટ કરી હતી. તેમજ વાસંગીદાદાના મંદીરે તાળુ મારેલ હોય જેથી મંદીર બહાર પડેલ કપડાના ગાભા સળગાવ્યા હતા. આમ, એકસાથે ગામના ત્રણ મંદિરમા આગ લાગતા ગામ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યા
[[{"fid":"553101","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"temple_fire_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"temple_fire_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"temple_fire_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"temple_fire_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"temple_fire_zee2.jpg","title":"temple_fire_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
જીયાણા ગામે ત્રણ મંદિરોમાં આગ લગાડવાના મામલે તપાસ કરતા એરપોર્ટ પોલીસે માજી સરપંચ અરવિંદ સરવૈયાને સકંજામાં લીધો છે. માજી સરપંચે ખૂબ પૂજા પાઠ કર્યા પણ સ્થિતિ ન સુધરતા દુષ્કૃત્ય આચર્યું હોવાનું રટણ કર્યુ હતું. તેણે જ રામાપીરનું મંદિર, બંગલાવાળી મેલડી માતાજીનું મંદિર અને વાસંગીદાદાના મંદિરને આગ લગાડી હતી તેવુ કબૂલ્યું હતું. એરપોર્ટ પોલીસે આઇપીસી 295, 435 મુજબ તેની સામે ગુનો દાખલ કર્યો છે.
પોલીસે તપાસ કરતા અરવિંદ સરવૈયા નામના વ્યક્તિને સકંજામાં લીધો હતો. આ વ્યક્તિ ગામનો પૂર્વ સરપંચ હતો. તે ખૂબ પૂજા પાઠ કર્યા પણ તેની સ્થિતિ ન સુધરતા કૃત્ય કર્યું હોવાનું રટણ કર્યું હતું. એટલે કે, ભગવાનથી નારાજ થઈ ત્રણ મંદિરોમાં આગ લગાડી હતી.
અમદાવાદમાં વરસાદની આગાહી : તોફાની પવન સાથે આજે ગુજરાતના 10 જિલ્લામાં ત્રાટકશે વરસાદ