રાજ્યમાં ધો. 10-12 ના રીપીટર્સની 15 જૂલાઈથી યોજાશે પરીક્ષા, ટૂંક સમયમાં જાહેર થશે કાર્યક્રમ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા રાજ્યના ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓની (Repeaters Student) પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
અતુલ તિવારી/ અમદાવાદ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા રાજ્યના ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓની (Repeaters Student) પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ (Education Bord Of Gujarat) દ્વારા આ પરીક્ષાનો (Exam) વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં હાલની કોરોના સ્થિતિને જોતા બોર્ડ દ્વારા રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે રાજ્યમાં ધોરણ 10 અને 12 ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા 15 જુલાઈથી પરીક્ષાઓ શરૂ થશે.
આ પણ વાંચો:- ગુજરાતમાં એકસાથે 77 IAS અધિકારીઓની કરાઈ બદલી
પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ અગાઉ 1 જુલાઈએ ધોરણ 10 અને 12 ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા લેવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. આખરે આજે શિક્ષણ વિભાગે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી અને 15 જુલાઈ ગુરૂવારથી પરીક્ષાઓ લેવામાં આશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube