હાથમાં મહેંદી, લગ્નનું પાનેતર પહેરી નવોઢા પરીક્ષા આપવા પહોંચી! ખંડમાં યુવતી આકર્ષણનું કેન્દ્ર
ઓડ ગામની જાનકી ધોબી આણંદની એન.એસ પટેલ આર્ટસ કોલેજમાં એમ.એમાં અભ્યાસ કરતી હતી. દરમિયાન તેણીનાં લગ્ન અમદાવાદનાં યુવક સાથે નક્કી થતા સાવલી ખાતે યોજાયેલા સમુહ લગ્નમાં તેણીનાં લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા.
બુરહાન પઠાણ/આણંદ: આણંદ શહેરમાં એન.એસ પટેલ આર્ટસ કોલેજ ખાતે આજે લગ્ન મંડપમાંથી સીધા પાનેતર પહેરી પરીક્ષા આપવા આવેલી નવવધુ પરીક્ષા કેન્દ્રમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી, અને લગ્ન સાથે શિક્ષણ પણ એટલું જ મહત્વનું છે તે વાત સાકાર કરી હતી.
એકાએક બદલાયું ગુજરાતનું વાતાવરણ! અંબાલાલની ભારે આગાહી, 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદ
ઓડ ગામની જાનકી ધોબી આણંદની એન.એસ પટેલ આર્ટસ કોલેજમાં એમ.એમાં અભ્યાસ કરતી હતી. દરમિયાન તેણીનાં લગ્ન અમદાવાદનાં યુવક સાથે નક્કી થતા સાવલી ખાતે યોજાયેલા સમુહ લગ્નમાં તેણીનાં લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. દરમિયાન લગ્નનાં દિવસે જ તેની પરીક્ષા જાહેર થતા અને બપોરે 3 વાગે તેણીનું પ્રશ્નપત્ર હોઈ તેણી મુંઝવણમાં મુકાઈ હતી અને તેણીએ આ અંગે કોલેજનાં અધ્યાપકોએ તેણીને લગ્ન બાદ પરીક્ષા આપવા પ્રોત્સાહીત કરી હતી. તેમજ તેણીનાં પતિ અને સાસરીયા તેમજ પરિવારજનોએ પણ પ્રોત્સાહિત કરી હતી.
'આ લોકો મારા પોસ્ટરો લગાડે છે અને AAP વાળા ફાડે છે, આ ફાડવાવાળાના ફાટી જવાના છે કપડા
આજે સવારે સાવલી ખાતે યોજાયેલા સમુહ લગ્નમાં સપ્તપદીનાં સાત ફેરા ફરી લગ્નવિધી સંપન્ન કર્યા બાદ જાનકી ધોબીની લગ્ન મંડપમાંથી વિદાય કરવામાં આવી હતી. ત્યારે તેણીનો પતિ તેણીને લગ્ન મંડપમાંથી વિદાય લઈ પત્નીને સીધી સાસરીમાં લઈ જવાનાં બદલે જાનકી અને તેનો પતિ સીધા પરીક્ષા કેન્દ્રમાં પહોંચ્યા હતા. જયાં લગ્નનાં પાનેતરમાં પરીક્ષા આપવા આવેલી નવવધુને જોઈને અન્ય પરિક્ષાર્થીઓ આશ્ચર્યામાં મુકાયા હતા અને જાનકીએ લગ્નનાં પાનેતરમાં જ પરીક્ષા ખંડમાં જઈને શાંત ચિત્તે પરીક્ષા આપી હતી.
ગામના ઝઘડા ઘરે ના લાવતા! 'ખાલી રૂપાલાનો વિરોધ, પાટીદારોનો નહીં, વાતાવરણ ડહોળાય નહીં
જાનકી હસમુખભાઈ ધોબીએ જણાવ્યું હતું કે તેણી જણાવ્યું હતું કે તેનાં કારણે આ પરીક્ષા ખુબ જ મહત્વની છે. તેણીનું આ છેલ્લુ સેમેસ્ટર છે અને તે આખુ વર્ષ બગાડવા માંગતી ન હતી. જેથી તેણી લગ્ન મંડપમાંથી સીધી પરીક્ષા આપવા પહોંચી હતી અને તેનાં માતા પિતા અને સાસરીયાઓ પતી દ્વારા તેને પરીક્ષા આપવા ખુબજ પ્રોત્સાહન આપ્યું હતું અને તેનાં પતિ જ તેને લગ્ન મંડપમાંથી સીધા પરીક્ષા કેન્દ્રમાં લઈને આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ દિકરીઓને ઉચ્ચ શિક્ષણથી સજ્જ કરવી જોઈએ કેમ કે દિકરીનાં ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ ખુબજ મહત્વનું હોવાનું જણાવ્યું હતું.
ગુજરાતમાં ભાજપને આ વિવાદથી ફાયદો, ટિકિટ રહી તો રૂપાલા લીડનો નવો રેકોર્ડ બનાવશે