ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત સરકારના નાણામંત્રીએ રજુ કરેલા કેન્દ્રીય બજેટને આવકાર્યું હતું. વિજય રૂપાણીએ કહ્યું કે, ખેડૂત, યુવારોજગારી, મહિલા વિકાસ અને MSME નાના મધ્યમ કદના ઉદ્યોગો માટે આ બજેટમાં ખાસ ચિંતા કરવામાં આવી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધી માટે, આરોગ્ય સુવિધાના વિકાસ માટે પણ પ્રાવધાન દ્વારા સૌને આરોગ્યની સામાન્ય માનવીના જીવનની સુખાકારીની કાળજી લેવાઇ છે. આત્મનિર્ભર ભારત બેઝ સાથેનું વિકાસકેન્દ્રી બજેટ હોવાનું તેમણે જણાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surat થી પર્યાવરણ મંત્રી પ્રભાવિત, ફ્રાંસમાં પણ સુરત બને તેવા પ્રયાસો કરીશું


મુખ્યમંત્રીએ આ બજેટ અંગેની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોરોનાની મહામારીમાં વિશ્વ આખુ અટકી ગયું છે. ધણા દેશો આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યા છે. જો કે વડાપ્રધાન મોદીનાં કુશળ નેતૃત્વ, દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનમાં ભારતે કોરોના કાળમાં પણ વિકાસ જારી રાખ્યો છે. આજે રજુ થયેલા કેન્દ્રીય બજેટમાં આત્મનિર્ભર ભારતીય છબી સારી રીતે ફલિત થાય તેવું આ બજેટ આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વગ્રાહી વિકાસ, ઇનોવેશન અને આરએનડી, મિનિમમ ગવર્નમેન્ટ મેક્સીમમ ગવર્નન્સ ધયેય સાથે વિકાસ કેન્દ્રીય બજેટ છે.


Gujarat Corona Update: નવા 298 કેસ 406 દર્દી રિકવર થયા, 1 દર્દીનું મોત

મુખ્યમંત્રીના અનુસાર આરોગ્ય યોજના માટે 65 હજાર કરોડ રૂપિયાની ફાળવણી સાથે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્વાસ્થય કેન્દ્રોના મજબુતીકરણ તમામ રાજ્યોના હેલ્થ ડેટા તૈયાર કરવા તેમજ કોરોના જેવી મહામારી, વાયરસ જન્યરોગો સામે ભવિષ્યમાં લડવાની તાકાત વધારો કરવા સમગ્ર દેશની 4 નવી રાષ્ટ્રીય સ્તરની ઇન્સ્ટિટ્યુટ ઓફ વાઇરોલોજી કાર્યરત કરવાની મહત્વપુર્ણ જાહેરાત પણ મહત્વની છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube