અમદાવાદ : LRD અને PSI ની ભરતી પર હાલ ગુજરાતભરના યુવાનોની નજર અટકેલી છે, ત્યારે હજી સુધી કોલ લેટર OJAS વેબસાઇટ પર નહી આવવાના કારણે ઉમેદવારોમાં ચિંતા જોવા મળી રહી છે. આજે પણ કોલ લેટર નહી આવે કે ભરતી ફરી ઘોંચમાં પડી કે શું. પરંતુ આવું કાંઇ જ નથી. હંમેશા વિદ્યાર્થીઓની પડખે ઉભા રહેલા ZEE 24 KALAK એ ફરી એકવાર વિદ્યાર્થીઓની ચિંતા માટે સ્ટેન્ડ લીધું હતું. અને એલઆરડી ભરતી બોર્ડનાં ચેરમેન હસમુખ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SOMNATH ની આ સંસ્થાએ કર્યો ચમત્કાર, પુત્રની આશા ગુમાવી બેઠેલા પરિવારને પુત્ર સાથે મિલન કરાવ્યું


હસમુખ પટેલે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું કે, "કોલ લેટરમાં ટેક્નીકલ કારણોથી થોડું મોડું થયું છે. પરંતુ કોલ લેટર આજનાં જ દિવસમાં આવશે. વિદ્યાર્થીઓએ કોઇ જ ચિંતા કરવાની જરૂર નથી. કોલ લેટર આવશે અને આજે જ આવશે. સમયમાં થોડું વેલા મોડું હોઇ શકે પરંતુ કોલ લેટર જરૂર આવશે." અત્રે નોંધનીય છે કે, સરકારી કચેરીઓનો સમય 6 વાગ્યા સુધીનો જ હોય છે. તેવામાં જો એક અંદાજ લગાવીએ તો 7 વાગ્યા સુધીમાં કોલ લેટર આવી જાય તેવી શક્યતાં છે. કારણ કે 6 વાગ્યા બાદ કોઇ સરકારી કામકાજ થતું નથી. તેવામાં 7 વાગ્યા સુધીમાં કોલ લેટર આવી જાય તેવી શક્યતાં છે. 


રાજ્યના CM ને ધમકી આપનાર બટુક મોરારીને પોલીસ પકડવા પહોંચી તો થયો ચમત્કાર, પોલીસ અધિકારીઓ...


LRD અને PSI ની ભરતી પર હાલ ગુજરાતભરના યુવાનોની નજર અટકેલી છે. ત્યારે આ ભરતીને લઈને આજે મહત્વનો દિવસ છે. આજે 26 નવેમ્બરથી કોલ લેટર (lrd call letter) ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ થશે. શારીરિક પરિક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. તો બીજી તરફ, LRDની તૈયારી કરતા ઉમેદવારો સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (harsh sanghvi) એ મુલાકાત કરી હતી. તેઓ સુરતના જહાંગીરપુરા ગ્રાઉન્ડમાં તૈયારી કરતા ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા. હાલ ગ્રાઉન્ડ પર ભરતી (lrd bharti news) ની તૈયારી કરતા ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર છે. ત્યારે હર્ષ સંઘવીએ ભરતીના ઉમેદવારો સાથે વાતચીત કરી હતી. 


National Milk Day : ગુજરાતણ નવલબેને દેશની મહિલાઓને નવી રાધ ચીંધી, પશુપાલનમાં બન્યા રોલ મોડેલ


કેવી રીતે કોલ લેટર ડાઉનલોડ કરશો...
https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવુ
સાઇટ પરથી call letter સેક્શનમાં જઈ અને Select Job નો ઓપ્શન સિલેક્ટ કરવો
અરજીનો નંબર તેમજ જન્મ તારીખ નાંખવો
તેના બાદ તમારા કોલ લેટરની પ્રિન્ટ કાઢવી
રાજ્યભર (government job) માંથી 9 લાખ 32 હજાર ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવાના છે. જેના માટે રાજ્યમાં 15 સ્થળોએ 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવાશે. 3 ડિસેમ્બરથી શરૂ થનાર શારીરિક પરીક્ષા જાન્યુઆરી સુધી ચાલશે. જોકે, સાથે જ સૂચના અપાઈ છે કે, રવિવારના દિવસે શારીરિક પરીક્ષા નહીં લેવામાં આવે. જોકે, PSI અને LRD બંને ભરતી માટે એક જ દોડ હોવાથી બંને ફોર્મ ભરનાર ઉમેદવારની પહેલા શારીરિક દોડની પરીક્ષા લેવાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube