EXCLUSIVE: સ્મિતને તેના જ પિતા સચિન દીક્ષિત તરછોડ્યો, કારણ જાણીને ચોંકી ઉઠશો
પેથાપુરમાં હ્રદયને હચમચાવી દે તેવી ઘટના બની હતી. ગાંધીનગરમાં માસૂમ બાળકને સ્વામિનારાયણ ગૌશાળા પાસે મૂકીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતી. માનવતાનું મોત થયું હોય તેવી આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. એક શખ્સ માસૂમ બાળકને રસ્તે રઝળતું મૂકીને ફરાર થતો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. રસ્તા પર રઝળતી હાલતમાં બાળક લોકોને મળી આવ્યું હતી. જેથી હવે બાળકના માતા-પિતા કોણ હતી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
ગાંધીનગર : પેથાપુરમાં હ્રદયને હચમચાવી દે તેવી ઘટના બની હતી. ગાંધીનગરમાં માસૂમ બાળકને સ્વામિનારાયણ ગૌશાળા પાસે મૂકીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતી. માનવતાનું મોત થયું હોય તેવી આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. એક શખ્સ માસૂમ બાળકને રસ્તે રઝળતું મૂકીને ફરાર થતો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. રસ્તા પર રઝળતી હાલતમાં બાળક લોકોને મળી આવ્યું હતી. જેથી હવે બાળકના માતા-પિતા કોણ હતી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતનાં ઇતિહાસ આવું ક્યારે નથી થયું? ગૃહમંત્રીએ એક બાળકના કારણે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા
જો કે મામલો એટલો હાઇપ્રોફાઇલ બની ગયો હતો કે, ગૃહમંત્રી પોતે દોડી આવ્યા હતા અને તત્કાલ પોલીસને આ બાળકના પિતાને શોધવા માટે અપીલ કરવામાં આવી હતી. પોલીસની મહેનત આખરે રંગ પણ લાવી હતી. તેનો પિતા સચિન દીક્ષિત હોવાનું સામે આવ્યું છે. તે સેક્ટર 26 માં રહેતો હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર SP મયુર ચાવડાએ આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, પતિ-પત્નીના ઝગડામાં બાળકને તરછોડવામાં આવ્યું હોવાનું સામેં આવ્યું છે. ઘરકંકાસથી કંટાળીને આ આત્યાંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ટુંક જ સમયમાં ગૃહમંત્રી આ અંગે પત્રકાર પરિષદ આયોજીત કરી શકે છે.
સચિન નંદકુમાર દીક્ષિત નામનો આ વ્યક્તિ GJ 01 KL 7363 નંબરની ગાડી પર આવ્યો હતો અને બાળકને મુકીને ફરાર થઇ ગયો હતો. હાલમાં તે D-35, ગ્રીનસીટીની સામે સેક્ટર 26માં રહેતો હતો. પતિ પત્નીના ઝગડામાં તે પોતાના બાળકને મુકીને ફરાર થઇ ગયો હતો. આ સચિન દીક્ષિત વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મુળ મધ્યપ્રદેશનો છે અને તે પોતાના બાળકને મુકીને કોટા જતો રહ્યો હતો. જો કે પોલીસે તેની કોટાથી ધરપકડ કરી છે. હાલ કોટાથી લઇને આવી રહી છે. આશરે 7 વાગ્યે તંત્ર દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી શકે છે.
મિત્રો સાથે બાઈક રેસના શોખમાં સુરતના યુવકની જિંદગી હોમાઈ, ગરબાથી પરત ફરતા નડ્યો અકસ્માત
અત્રે ઉલ્લેખનીય છે કે, ZEE 24 કલાક લોકોને અપીલ કરે હતી કે બાળક વીશે કોઈને પણ માહિતી મળે તો અમારો સંપર્ક કરે. ફૂલ જેવા આ કુમળા બાળકને ન્યાય અપાવવો એ જ ZEE 24 કલાકની મૂહિમ હતી. અનેક લોકો આ બાળકની મદદ માટે આગળ આવ્યા હતી. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કેટલાક લોકો બાળકની સ્થિતિ જાણીને રડી પડ્યા હતા. તો રાજકોટના એક પૂજારીએ બાળકને દત્તક લેવાની તૈયારી બતાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube