ઝી મીડિયા/બ્યૂરો :WHOએ એક નિવેદનમાં કહ્યું હતું કે, લોકોએ હવે કોરોના સાથે રહીને જીવતા શીખી લેવુ જોઈએ. ત્યારે દરેક ગુજરાતીના મનમાં એવો સવાલ થાય છે કે આ કેવી રીતે શક્ય છે. લોકોના રોમરોમમાં જીવતા અને ધબકતા ગુજરાતના એ દિવસો પાછા આવશે, શું ગુજરાત ફરી ગતિશીલ બનશે આ સવાલોનો રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) ઝી 24 કલાકને જવાબ આપ્યો છે. ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ શીર્ષ સંવાદમાં તેઓએ એડિટર દિક્ષીત સોની સામે ગુજરાતની જનતાના મનમાં ઉદભવેલા અનેક સવાલો વિશે પોતાના મનની વાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવાલ : લોકડાઉન 4માં કેવી પ્રકારની રાહતો મળશે અને શુ કોરોના સાથે જીવવું શક્ય બનશે 
જવાબ :
 કોરાના સાથે જીવવુ આવનાર સમયમાં કાયમી ઘટનાક્રમ બની જશે. વિશ્વભરના નિષ્ણાતો આગાહી કરી રહ્યાં છે કે આ મહામારી લાંબા સમય સુધી ચાલશે. ગ્રીન ઝોનમાં આપણે મંજૂરી આપી દીધી  તેવી જ રીતે ઓરન્જ ઝોનમાં ઘણી છૂટછાટ આપી છે. બજાર ખૂલ્યા, લોકોની અવરજવર ચાલુ થઈ છે. વાહનવ્યવહાર ચાલુ થયો છે. હાલ રેડ ઝોનમાં ત્યા લગભગ બધુ બંધ રાખવુ પડે તેવી સ્થિતિ છે. આ રોગ સામે લડીને જીત મેળવી હોય તો નાગરિકોનો સહયોગ સૈથી વધુ જરૂરી અને ઉપયોગી છે. દવા, રસી આપવાથી કોઈ બચી જતુ હોય તો સરકાર કરી શકે છે. વારંવાર લોકોને ‘દો ગજ દૂરી...’ નો વ્યવાહર કરવાની સલાહ અપી છે. જેને સોશઇયલ ડિસ્ટન્સિંગ કહેવાય છે. તેને પાળીને વેપાર, ધંધા નોકરી કરવાની છે. 


ઝી 24 કલાકને CM રૂપાણીએ કહ્યુ કે, ‘અમારી તૈયારીઓ યોગ્ય છે, કોરોનાની લડાઈમાં જલ્દી ગુજરાત અગ્રેસર બનશે’


સવાલ : ડિસ્ચાર્જ રેશિયો વધ્યો, પરંતુ 6 મે બાદ ટેસ્ટીંગના આંકડા ઘટ્યા છે, તે મામલે શુ કહેશો?
જવાબ : ગુજરાતમાં સરકારને શા માટે આંકડા મેનિપ્યુલેટ કરવા પડે. આ બધુ ખુલ્લુ છે. ગામમાં એકને કોરોના થાય તો બધાને ખબર પડી જાય છે. રોજ 4000 જેટલા ટેસ્ટ આપણે કરીએ છીએ. હાલ આખા ગુજરાતને સાચવવાનું છે. ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પણ ટેસ્ટીંગ કરવા પડે છે.