ઝી બ્યૂરો,અમદાવાદઃ કેટલાક લોકો વાહન ચલાવવાનું જાણે છે. પરંતુ તેમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી. આવા લોકો માટે સારા સમાચાર છે. ખરેખર, હવે તેઓએ લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનોની અસ્થાયી નોંધણી માટે જિલ્લા પરિવહન કચેરી અને પ્રાદેશિક પરિવહન કચેરીના (RTO) ચક્કર નહીં લગાવવા પડે. હવે તમે આધારકાર્ડની મદદથી ઘરે બેસીને આ કાર્ય કરી શકશો. કેન્દ્ર સરકાર પરિવહન સંબંધિત 16 સુવિધાઓ માટે ઓનલાઇન સેવા શરૂ કરી રહી છે. જેનો અમલ આ મહિનાથી કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોમી એકતાનું મોટું ઉદાહરણ, એક મંડપમાં હિન્દુ યુવતી ફેરા ફરી, તો બીજા મંડપમાં નિકાહ પઢાવાયા 


છેતરપિંડી પર અંકુશ આવશે
આધારકાર્ડ ચકાસણી કર્યા પછી, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનની નોંધણી માટે અન્ય કોઈ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. આ ઓનલાઇન સુવિધાના અમલ માટે સરકારની મંજૂરી પણ મળી ગઈ છે. આનાથી રાજ્યોના કામમાં પારદર્શિતા આવશે અને છેતરપિંડી અટકાવશે.


મોંઘવારીની થપાટ, રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં અધધધ...વધારો, જાણો નવા રેટ


આ 16 સુવિધા ઓનલાઈન થશે
માર્ગ પરિવહન મંત્રાલયે જાહેર કરેલી માહિતી અનુસાર, જે 16 સુવિધાઓ ઓનલાઇન કરાશે તેમાં નવું લર્નિગ ડ્રાઇવિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સનું નવીકરણ (નવીકરણ), ડુપ્લિકેટ ડી.એલ., ડ્રાઇવિંગ લાઇસન્સમાં સરનામાંનો ફેરફાર અને વાહન નોંધણીનું પ્રમાણપત્ર, આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગની પરમિટ, ટેમ્પેરી સેવાઓ જેવી કે વાહન નોંધણી, રજીસ્ટ્રેશન માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી), ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, વાહન ટ્રાન્સફર વગેરે શામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube