હરિન ચાલિહા, દાહોદ : ચીનમાં પ્રસરી રહેલા ખતરનાક કોરોના વાયરસને કારણે ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે. તો ચીનમાં મેડિકલના અભ્યાસ માટે ગયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા છે. ત્યારે તેમના પરિવારજનોમાં પણ ચિંતા ફેલાઈ છે. વડોદરા, વડનગર સહિતના વિસ્તારના વિદ્યાર્થીઓ ચીનમાં હાલાકીમાં મુકાયા છે. આ પરિસ્થિતિમાં સીએમ વિજય રૂપાણીએ સધિયારો આપ્યો છે. નોંધનીય છે કે વડોદરા, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, સાવરકુંડલા સહિતના જિલ્લાઓના વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા છે. જેને લઇને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, વિદેશ મંત્રાલય સતર્ક છે. આ વિદ્યાર્થઓના પરિવારજનોએ વહેલી તકે સ્વદેશ પરત ફરવાની વ્યવસ્થા કરાવવા માગણી કરી છે. જોકે કેટલાક એવા સદનસીબ વિદ્યાર્થીઓ છે જે હેમખેમ સ્વદેશ પરત ફરી શક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના આ હિસ્સાઓને ત્રણ દિવસ સુધી નહીં મળે પાણી! કારણ કે...


આવી જ એક વિદ્યાર્થીની છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના પીપલોદ ગામની ચીનમાં ભણતી મૃણાલી પટેલ. તે ચીનની મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષ માં અભ્યાસ કરે છે. તે MBBS કરી રહી છે અને પરીક્ષા પછી વતન આવી ગઈ છે. હાલમાં ચીનની પરિસ્થિતિ વિશે મૃણાલીએ માહિતી આપતા કહ્યું છે કે ''કોરોના વાઇરસથી આખું ચીન ભયના માહોલમાં જીવે છે. ચીનમાં કોરોના વાયરસ જીવલેણ ફેલાઈ ગયા છે. અમને પણ કોલેજના ઓથોરિટી સ્ટાફ દ્વારા પુરતી તકેદારી રાખવાનું શીખવવામાં આવ્યું છે અને સેફ્ટી માટેની સમજણ આપવામાં આવી હતી. અમે જ્યારે ભારત પાછા આવ્યા ત્યારે એરપોર્ટ પર અમારું ચેકઅપ થયું હતું અને જે અસરગ્રસ્ત હતા તેમને તરત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.''


Live : આજે 17મા ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની તિલકવિધિ, વિગતો જાણવા કરો ક્લિક 


કોરોના વાયરસને લઈ અમદાવાદ એરપોર્ટ એલર્ટ થયું છે. AMCની હેલ્થટીમે એરપોર્ટ પર ચેકીંગ હાથ ધર્યું છે. તેમજ એરપોર્ટ પર 24 કલાક હેલ્થ ટિમ કાર્યરત રહેશે. કોરોના જેવા લક્ષણો દેખાશે તેવા પ્રવાસીઓનું હેલ્થ ચેક-અપ કરાશે. ચેક-અપ કરી શંકાસ્પદ પ્રવાસીઓને હોસ્પિટલમાં મોકલવામાં આવશે. AMC હેલ્થ અધિકારી ભાવિન સોલંકીએ એરપોર્ટની મુલાકત લીધી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...