Gujarat weather forecast : ગુજરાતના માથે માવઠાની ઘાત બેઠી છે. માંડ ઋતુ બેસે ત્યાં માવઠું આવી જાય. પંદર દિવસ દિવસમાં ગુજરાતનું હવામાન બદલાઈ જાય છે. કમોસમી વરસાદ ગમે ત્યારે ખાબકી પડે છે. ત્યારે હવે ગુજરાતીઓ કંટાળ્યા છે. તેમને એક જ સવાલ થાય છે કે આ કમોસમી વરસાદની મોસમ ક્યારે જશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પાસેથી આનો જવાબ મળી ગયો છે. તેમણે જણાવ્યું કે, સાકલોનિક સર્ક્યુલેશનની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળી રહી છે. હજુ પણ 22 માર્ચ સુધી અમુક ભાગમાં કમોસમી  વરસાદ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે પણ માવઠું જવા વિશે કહ્યું કે, હાલ વાતાવરણમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે. આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે. આજે અમદાવાદ અને ગાંધીનગર સામાન્ય વરસાદની સંભાવના છે. જેમાં કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અરવલ્લી, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ સહિતના સામાન્ય વરસાદની આગાહી છે. 21 માર્ચના ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. જેથી 21 થી 22 ફરી ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ બંને દિવસોમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં  વરસાદની આગાહી છે. 


થાઈલેન્ડ જઈને ગુજરાતીઓ સૌથી પહેલા કરે છે આ કામ, જેનાથી પત્નીઓ બહુ ચીઢાય છે


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠામાંથી મુક્તિ વિશે જણાવ્યું કે, ગુજરાતમાં વારંવાર સિસ્ટમ બની રહી છે જેના કારણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. હજી પણ 22 માર્ચ સુધી માવઠું યથાવત રહેશે. પરંતુ 20 માર્ચથી માવઠામાંથી મોટા ભાગના વિસ્તારને છુટકારો મળશે અને ત્યાર બાદ ગરમીનું પ્રમાણ વધશે. 


સરકાર એક્શનમાં આવી 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે  સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંઘીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી. ખાસ કરીને અમરેલી, જુનાગઢ તેમ જ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી. તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લાઓમાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવી લેવા પણ દિશાનિર્દેશો આપ્યા હતા. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરશ્રીઓએ પોતાના જિલ્લામાં પાક નુકસાન સહિતના નુકસાનીના સર્વે માટે ટીમ્સ કાર્યરત કરી દેવામાં આવી છે તેની વિસ્તૃત વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને માર્ગદર્શન આ૫તા કહયુ કે, આ સર્વેમાં કોઇને અન્યાય ન થાય તે રીતે સર્વે કરીને નિયમાનુસારની ચુકવણી માટે યોગ્ય કાર્યવાહી થાય તે આવશ્યક છે. કેન્દ્રિય હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટાનો જે સંભવિત વર્તારો દર્શાવ્યો છે, તેની સામે પાક સંરક્ષણ સહિતનુ આગોતરુ આયોજન જિલ્લાસ્તરે કલેક્ટરશ્રીઓ કરી લે. એટલુ જ નહિ, માનવમૃત્યુ કે ૫શુ જાનહાનિ ન થાય તે માટે સતર્ક રહીને સાવચેતી અને સલામતીના ૫ગલાઓ લેવા તેમણે તાકિદ કરી હતી. 


ગુજરાતી પરણેલા પુરુષો વારંવાર થાઈલેન્ડ કેમ જાય છે, હકીકત જાણી પત્નીઓને લાગશે આઘાત


કમોસમી વરસાદ અન્વયે અગમચેતીના ભાગરૂપે પાક સંરક્ષણ માટે લેવાનાં થતાં પગલાં અંગે જિલ્લા કક્ષાએથી એગ્રી એડવાઈઝરી સ્થાનિક પ્રચાર માઘ્યમોમાં આપીને ખેડુતોને સમયાનુસાર હવામાન અંગેની જાણ થતી રહે તેવી વ્યવસ્થા કરવા આ વિડીયો કોન્ફરન્સમાં કલેક્ટરોને માર્ગદર્શન આ૫તા મુખ્ય સચિવે જણાવ્યુ હતું. મુખ્યમંત્રીએ કમોસમી વરસાદી સ્થિતિના કરેલા આકલન દરમિયાન જણાવવામાં આવ્યું કે રાજ્યના ૨૭ જિલ્લાઓના ૧૧૧ તાલુકાઓમાં ૧ મિ.મિ.થી ૪૭ મિ.મિ. વરસાદ નોંધાયો છે. મુખ્યત્વે ૧૮ જિલ્લાના ૩૩ તાલુકાઓ એવા છે, જ્યાં ૧૦ મિ.મિ.થી વધુ વરસાદ પડ્યો છે. એટલું જ નહી, તારીખ પાંચ માર્ચથી નવમી માર્ચ દરમિયાન ૨૭ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. 


ગુજરાતીઓ થાઈલેન્ડ કેમ વધારે જાય છે? કારણો જાણીને હક્કા બક્કા રહી જશો