જાવેદ સૈયદ/ અમદાવાદ: યુવાનોને નશાના રવાડે ચળાવવા માટે નશાના સોદાગરો જુદી જુદી મોડેસ ઓપ્રેનડી વાપરતા હોય છે. ત્યારે ગાધીનગર LCB અને અડાલજ પોલીસે ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.  તેમની પાસેથી ગાંજાનો જથ્થો પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અડાલજ પોલીસ અને ગાંધીનગર એલસીબીએ બાતમીના આધારે ગઈકાલે અડાલજ પાસે આવેલા ત્રીમંદિર ખાતે એક રિક્ષામાં જઈ રહેલા ચાર જેટલા શખ્સોને અટકાવ્યા હતા. તેની તપાસ કરવામાં આવતા તેની પાસેથી ૧૦ કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચારેય આરોપીઓને ઝડપી તેની પુછપરછ કરતા તેમણે આ ગાંજાનો જથ્થો ગાંધીનગરના એક વેપારીને પહોંચાડવાનો હોવાની કબુલાત કરી હતી.જો કે આ ગાંજાનો જથ્થો નશાના સોદાગર સુધી પહોંચ્યો. તે પહેલા જ પોલીસે આરોપીઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી ટિકિટ કૌભાંડ બહાર આવતા તંત્ર દોડતું થયું


પોલીસ પકડમાં આવેલા આ શખ્સો નશાના સોદાગરો છે. જે અમદાવાદ અને ગાંધીનગરમાં નશાના વેપલા સાથે સંકળાયેલા વેપારીઓને નશાનો સામાન એટલે કે ગાંજો પહોંચાડવાનાં હતા. જો કે પોલીસે આ નશાના સોદાગરોને તે પેહલા જ ઝડપી પાડયા હતા. આ ચારેય આરોપીઓમાંથી એક મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે અને તે આ અગાઉ પણ શહેરમાં ગાંજાનો જથ્થો પહોંચાડી ચુક્યો છે. પોલીસની પકડમાં પણ તે આવી ચુક્યો છે. પોલીસે હાલ આ ચારેય આરોપીઓની વધુ પુછપરછ માટે રીમાન્ડની માંગણી કરી આગળની તપાસ હાથ ધરી છે.


બીજી તરફ સુરતમાંથી પણ 750 કિલો જેટલો ગાંજાનો વિશાળ જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. 74 લાખના આ ગાંઝા સાથે 4 વોન્ટેડ આરોપીઓ ઝડપાયા છે. સુરતનાં કુદસદ ગામની હદમાં પોલીસે ગાંઝો ઝડપી પાડ્યો ગાંજો. એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યો હતો. કુદસદ ગામની સીમમાં આવેલી જીઆઇડીસીમાંથી પોલીસ દ્વારા સફળ ઓપરેશન કરીને 750 કિલો ગાંઝો ઝડપી લેવામાં આવ્યો છે. 


 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube