RTE હેઠળ એડમિશનના નામે છેતરતી એજન્સીઓનો પર્દાફાશ, RTE CAFE લોકો સાથે આ રીતે કરે છે ફ્રોડ
વાલીઓ પાસે ફોર્મ ભરી 3000 રૂપિયા આપો અને RTE અંતર્ગત મનગમતી શાળામાં પ્રવેશ અપાવવાનો દાવો કરવામાં આવે છે. RTE કાફે નામની વેબસાઈટ પર 100 ટકા એડમિશન અપાવવામાં આવશે તેવો દાવો કરાયો છે.
અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદમાં RTE હેઠળ એડમિશન અપાવવાના નામે લેભાગુ તત્વો સક્રિય થયા છે. જેના દરેક વાલીઓ લોભ-લાલચમાં ન આવવા જણાવવામાં આવી રહ્યું છે. RTE માં 100 ટકા એડમિશન અપાવવાનો દાવો કરી લૂંટ કરતા એજન્ટ સક્રિય થયા છે. જેઓ RTE કાફે નામની વેબસાઈટ દ્વારા મોટો દાવો કરાઈ રહ્યો છે. વાલીઓ પાસે ફોર્મ ભરી 3000 રૂપિયા આપો અને RTE અંતર્ગત મનગમતી શાળામાં પ્રવેશ અપાવવાનો દાવો કરવામાં આવે છે. RTE કાફે નામની વેબસાઈટ પર 100 ટકા એડમિશન અપાવવામાં આવશે તેવો દાવો કરાયો છે.
ત્રણ હજાર રૂપિયામાં RTE હેઠળ મનગમતી શાળામાં એડમિશન લો તેવી જાહેરાતવાળી સર્વ શિક્ષા અભિયાનના લોગો સાથેની પત્રિકા ફરતી કરાઈ છે. આ પત્રિકામાં ત્રણ હજાર રૂપિયામાં RTE હેઠળ મનગમતી શાળામાં પ્રવેશ અપાવવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પત્રિકા હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. RTEની વેબસાઈટના બદલે પોતાની વેબસાઈટ બનાવી લોકો પાસેથી પૈસા અને ડોક્યુમેન્ટ ઉઘરાવાઈ રહ્યા છે. RTE માં પ્રવેશની લોભામણી લાલચ આપી વાલીઓ પાસેથી રૂપિયા લૂંટવામાં આવી રહ્યા છે. હેતલ સોની નામની મહિલાના દ્વારા RTE CAFE નામની વેબસાઈટ ચલાવવામાં આવે છે. પરંતુ વેબસાઈટમાં ઓફીસ ક્યાં આવી તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
છેલ્લા 6 વર્ષમાં ભરવામાં આવેલા એકપણ ફોર્મ રિજેક્ટ ના થયાનો દાવો પણ કરાય છે. વેબસાઈટ પર ફોર્મ ભરી બાળકોનો પ્રવેશ મેળવી 8 વર્ષ ફી માફી કરવાની લાલચ અપાય છે. ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં તકલીફ પડે તો પણ નંબર આપવામાં આવ્યો છે. વાલીઓ પાસે ઓનલાઇન 3000 રૂપિયા લેવામાં આવે છે અને જો પ્રવેશ ના મળે તો 1800 રૂપિયા રીફન્ડેબલનો પણ દાવો કરાઈ રહ્યો છે.
હેતલ સોની નામની યુવતીએ RTE કાફે નામથી વેબસાઈટ શરૂ કરી
ચોંકાવનારી બાબત એ છે કે હેતલ સોનીએ RTE કાફે નામથી વેબસાઈટ તૈયાર કરી છે. જેમા દાવો કરાયો છે કે જે કુટુંબો તેમના બાળકોનું RTE અંતર્ગત મનગમતી ખાનગી શાળામાં એડમિશન અપાવવુ હોય તો તેના માટે RTE કાફેનો સંપર્ક કરે. એમના દ્વારા આ બાળકોને પ્રવેશ અપાવવામાં આવશે. તેના માટેની ફી 3000 રૂપિયા વસુલવામાં આવી રહી છે. આ પ્રકારના લેભાગુ તત્વો ગરીબ બાળકોનો હક્ક મારી જાય છે.
RTEમાં પ્રવેશ માટે વાલીઓ કોઈપણ પ્રકારની ઓનલાઇન ફી ભરવાની નથી હોતી: DEO
જો કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ પત્રિકાને લઈને DEO રોહિત ચૌધરીનુ નિવેદન પણ સામે આવ્યુ છે. તેમણે જણાવ્યુ કે કોઈપણ સંસ્થા કે વ્યક્તિ પ્રવેશ આપવાનો દાવો ન કરી શકે. કોઈપણ વાલીઓએ લોભ લાલચમાં ન આવે. RTEમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓએ કોઈપણ પ્રકારની ઓનલાઈન ફી ભરવાની નથી હોતી.
કેટલાક લે ભાગુ તત્વ દ્વારા RTE કાફે નામની બોગસ વેબસાઈટ બનાવી લોકો પાસેથી પૈસા મેળવી લૂંટ ચલાવવામાં આવતી હતી. આ મામલે શિક્ષણ વિભાગએ તાત્કાલિક કાર્યવાહી કરી વેબસાઈટ બનાવનાર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.અમદાવાદ ઓનલાઇન RTE કાફે મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવાનું શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે. RTE કાફે નામની વેબસાઈટ બનાવી RTEમાં એડમિશન અપાવવા ગરીબ લોકો પાસેથી લૂંટ ચલાવવામાં આવતી હતી.
RTE હેઠળ સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં નિઃશુલ્ક અભ્યાસ આવે છે. હાલમાં જ RTE હેઠળ ખાનગી શાળાઓમાં નિશુલ્ક એડમિશન આપવાની પ્રક્રિયાઓ શરૂ છે. જયારે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આ મામલે નિવેદન આપ્યું છે કે ઓનલાઇન RTE કાફે વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ગાંધીનગર સેક્ટર-7 માં ફરિયાદ આપવામાં આવી છે. આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે. આગળ કોણ કોણ સૂત્રધાર છે. તેની તપાસ કરવામાં આવશે.ગાંધી નગર સેક્ટર 7 માં પોલીસ ફરિયાદ આપવામાં આવી છે.
વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ લે ભાગું ને રૂપિયા આપે નહિ તેવી અપીલ છે. આ સરકારની ખુબ સારી યોજના છે. મેં પણ આવી એક વેબસાઈડ જોઈ અને ધ્યાન દોડ્યું છે. વાલીને અપીલ છે કે કોઈ પણ લોકો RTE માટે રૂપિયા માંગે તો અમારું, પોલીસ નું ધ્યાન દોરો. આજે ફેંક આઈડી બનાવું એ ઍક સામાન્ય બાબત થઈ છે. પણ લોકો અને મીડિયા અમારું ધ્યાન દોરે છે. જેથી આ અટકાવી શકાય છે. આજે આ આતંકવા માટે ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે. આ તમામ યોજના કોમ્પ્યુટર સિસ્ટમીટીક છે. RTE કેફેના નામે લાલચ RTE કેફેના નામે યુવતીએ RTEમાં ગેરંટેડ પ્રવેશની લોભામણી લાલચ આપી, ફોર્મ ફી પણ 3000 હજાર રાખી એડમિશન અપાવવાનું કહે છે.