ભારતના વિદેશ મંત્રી : એસ જયશંકર છે આટલા કરોડની સંપત્તિના માલિક, જાણી લો કેટલી છે કાર અને કેટલા છે મકાન
Rajya Sabha Election: દેશના વિદેશમંત્રી એસ જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ છે. આજે તેમણે બીજીવાર રાજ્યસભા માટે ગુજરાતમાંથી ઉમેદવારી નોંધાવી છે. વિદેશમંત્રીએ આજે બપોરે 12.39 કલાકે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. હવે તેમના એફિડેવિડમાં વિવિધ માહિતી સામે આવી છે.
હિતલ પારેખ, ગાંધીનગરઃ ગુજરાતમાં ત્રણ બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે આજે વિદેશમંત્રી એસ. જયશંકરે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. વિદેશમંત્રી એસ. જયશંકર ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે અને હવે તેમણે બીજીવાર રાજ્યસભાની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. એસ જયશંકરનું ચૂંટણી એફિડેવિડ સામે આવ્યું છે. જેમાં વિદેશમંત્રીની સંપત્તિ, કાર, મકાન સહિતની વિગતો સામે આવી છે.
વિદેશમંત્રીનું ચૂંટણી એફિડેવિડ
વિદેશમંત્રી એસ જયશંકરે ઉમેદવારી ફોર્મ ભરવા સમયે રજૂ કરેલા એફિડેવિડ પ્રમાણે તેમના પર કોઈ પોલીસ ફરિયાદ કે કોર્ટ કેસ નથી. રાજ્ય સભાના ઉમેદવાર તરીકે ભરેલા ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલા સોગંદનામું પોતે કરોડપતિ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે વિદેશ મંત્રી એસ જયશંકરના છેલ્લા પાંચ વર્ષના આઈટી રિટર્નમાં આવકમાં ઘટાડો થયો હોવાનો પણ ઉલ્લેખ જોવા મળે છે. 2019- 20માં નવ કરોડ 84 લાખથી વધારાની રકમનું આઈટી રિટર્ન ફાઈલ કર્યું હતું. જોકે 21 -22 માં 61લાખ 96 હજારથી વધારાનું આઈટી રિટર્ન ફાઇલ કર્યું છે.
વિદેશમંત્રી એસ જયશંકર પાસે હાથમાં રોકડ રકમ 80 હજાર રૂપિયા છે. તો બેન્ક એકાઉન્ટમાં 62 લાખથી વધુની સંપત્તિ છે. બોન્ડ, શેરબજાર અને મ્યૂચુઅલ ફંડમાં વિદેશમંત્રીનું રોકાણ 49 લાખથી વધુનું છે. તો વિદેશમંત્રી પર 8 લાખ 36 હજાર રૂપિયાની લોન છે. જ્યારે 21 લાખથી વધુ કિંમતની જ્વેલરી હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે. તો વિદેશમંત્રી પાસે રહેલા વાહનોની કિંમત 17,63,000 રૂપિયા થાય છે.
આ પણ વાંચોઃ ગુજરાતને ઝટકો : 1.5 લાખ કરોડના સેમી કન્ડક્ટર પ્રોજેક્ટનું ભવિષ્ય અદ્ધરતાલ
વિદેશમંત્રીની સંપત્તિની વિગત
- 80 હજાર રૂપિયા હાલમાં એસ જયશંકર પાસે કેશ
- 62 લાખ રૂપિયા બેન્ક એકાઉન્ટમાં
- 3.79 કરોડની અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં એફડી
- 49 લાખનું બોન્ડ અને મ્યૂચ્યલ ફંડમાં ઈન્વેસ્ટમેન્ટ
- 8.36 લાખની બેન્ક લોન
- 17.63 લાખની એક કાર
- 21.61 લાખની પોતાની પાસે તો પત્ની પાસે 32.86 લાખની જ્વેલરી
- 9.19 કરોડની કુલ મિલકત
- હાલના બજારભાવ પ્રમાણે 35 લાખની હિમાચલ પ્રદેશમાં 1.5 એકર જમીન
- દિલ્હીમાં ગુરૂગ્રામ અને વસંતવિહારમાં 5.35 કરોડના બે ફ્લેટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube