બુરહાન પઠાણ/આણંદ: અમેરિકામાં રહેતા વૃદ્ધોનો ડાર્ક વેબ થકી સંપર્ક કરી તેમને ધમકાવી તેમની પાસેથી ડોલર પડાવનારી ટોળકીએ બાકરોલ અને વલાસણમાં રહેતા બે ઈસમોએ તેમના ભારતીય ચલણમાં એક કરોડ કરતાં વધુ રકમ પડાવી લીધી હોવાના આક્ષેપ સાથે અપહરણ કરી માર મારતા આ બનાવ અંગે વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે બે કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

70 લાખ અમદાવાદીઓ પર મંડરાઈ રહ્યો છે આ જીવલેણ બિમારીનો સૌથી મોટો ખતરો!


ડોલર પેટે નક્કી થયું હતું કમિશન
બાકરોલમાં રહેતા ક્રિષ્નાપાલ રાજપુરોહિતની પામોલ ખાતે રહેતા જયમીન ઉર્ફે પપ્પુ રબારી સાથે ચાર વર્ષ અગાઉ મુલાકાત થઈ હતી. અને ત્યારે પપ્પુ રબારીએ તેનું અમેરિકા ખાતે પણ વેપારનું કામકાજ ચાલતું હોય તેની દરરોજ અપડેટ આપવા માટેની નોકરીની વાત કરી હતી. જેમાં મોબાઈલ નંબર પર મેસેજ આવશે તે પ્રમાણે તે મેસેજ તેને જણાવવાના રહેશે તેમ કહ્યું હતું. એ પછી જયમીન ઉર્ફે પપ્પુએ તેને અમેરિકામાં કોઈ સંબંધી કે ઓળખીતું રહેતું હોય તો તેનો સંપર્ક કરી કેશ ડોલર પીક અપ અને ડ્રોપ કરવા કહ્યું હતું. જોકે, આ ડોલર પેટે કમિશન આપવાનું નક્કી થયું હતું. જેમાં ક્રિષ્નાપાલે તેના વલાસણ ખાતે રહેતા સમીર પટેલનો સંપર્ક કરવા કહ્યું હતું.


 વધુ એક સિસ્ટમ ગુજરાતમા લાવશે તબાહી! આ તારીખ બાદ ભુક્કા બોલાવશે મેઘો, અંબાલાલની આગાહી


સમીર પટેલે મોગરી ગામનો જોર્ડન કે જે હાલ અમેરિકામાં રહે છે તેનો સંપર્ક આપ્યો હતો. એ પછી તેઓ વચ્ચે વ્હોટસએપથી વાત શરૂ થઈ હતી. વ્હોટસએપમાં અમેરિકા ખાતે કેશ ડોલર પીકઅપ અને ડ્રોપ કરવા માટે માણસો મળતા જ તેમણે કામકાજ શરૂ કર્યું હતું. પરંતુ થોડા સમય અગાઉ 50 હજાર ડોલર ભારતમાં હવાલાથી લેવાના નક્કી થયું હતું. એ પછી એ જ દિવસે બીજા રૂપિયા 1 લાખ કેશ ડોલર મોકલ્યા હતા. અને અમેરિકામાં રહેતા લિયોએ તેને પીકઅપ કર્યા હતા.


કારમાં રિયાઝ અમદાવાદી અને ધવલ ભુવાજી હતા!
આ મળેલા તમામ પૈસાનું કોઈ ટ્રાન્ઝેક્શન ભારતમાં થયું નહોતું. જેને પગલે સમગ્ર બાબત અંગે ક્રિષ્નાપાલે જયમીનને વાત કરી હતી. જયમીને મિહિર દેસાઈ આવશે એટલે જોઈ લેશે તેમ કહ્યું હતું. દરમિયાન, ગત 4 ઓગસ્ટના રોજ બપોરે બે-ત્રણ વાગ્યાની આસપાસ મિહિર દેસાઈ આણંદ આવ્યો હતો અને તેની સાથે અન્ય શખસ પણ હતા. એ સમયે તેઓએ ક્રિષ્નપાલને તેમની કારમાં બેસાડી લીધો હતો અને અમેરિકાથી આવેલા પૈસાની ઉઘરાણી કરી હતી. કારમાં રિયાઝ અમદાવાદી અને ધવલ ભુવાજી પણ હતા.


શું ખરેખર કોરોના પછી હાર્ટ એટેક બની રહ્યો છે કાતિલ? આ આંકડાઓ તમને સો ટકા ડરાવશે!


તેમજ બીજી એક કારમાં વલાસણથી સમીર પટેલને પણ તેની કારમાં બેસાડી દીધો હતો અને તેઓ તેને કરમસદ વિદ્યાનગરમાં લાવ્યા હતા. જ્યાં અજ્જુ ભરવાડ, કરણ માછી, વિશાલ ભરવાડ મળ્યા હતા. તેઓએ તેમને બેલ્ટથી માર માર્યો હતો અને ધમકી આપી તેઓને કારમાં ગોંધી રાખ્યા હતા. ઘટનાને લઈાને ક્રિષ્નાપાલએ જયમીન ઉપરાંત મિહિર દેસાઈ, રિયાઝ અમદાવાદી, ધવલ ભુવાજી, અજ્જુ અને વિશાલ ભરવાડ, કરણ માછી, રિયાઝ તથા બે ડ્રાઈવર સામે વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. 


સમગ્ર કૌભાંડ બહાર આવ્યું
અમેરિકામાં રહેતા જોર્ડને પીકઅપ કરેલા કેશ ડોલર 50 હજાર ભારતમાં હવાલાથી લેવાના હોય તેના માટે જોર્ડન નામના વ્યક્તિએ ક્રિષ્નાપાલપાસેથી આઈકાર્ડમાં જે નામ હોય તે નામ, તેનો ભારતીય મોબાઈલ નંબર અને કોઈપણ એક ભારતીય નોટનો નંબર આપવાનું જણાવ્યું હતું. જે નામ અને ભારતીય નંબર મેસેજ કરી તેમજ તેની પાસેની વીસ રૂપિયાની ભારતીય નોટનો ફોટો અમેરિકન વ્હોટસએપ બિઝનેસ નંબર જોર્ડનને મોકલી આપ્યો હતો. જોર્ડને એ સમયે એકાદ દિવસમાં આંગડિયામાંથી ફોન આવશે ત્યાં જઈને કેશ રિસીવ કરવા જણાવ્યું હતું. જેમાં શ્રીજી આંગડિયામાંથી કેશ મેળવવાનું કહ્યું હતું. જોકે, ક્રિષ્નાપાલ આપવામાં આવેલા સરનામે જતાં ત્યાં શ્રીજી આંગડિયાને બદલે પી.એમ. આંગડિયા હોઈ એ વખતે તેણે જોર્ડનનો સંપર્ક કર્યો હતો. પરંતુ તે ફોન જ રિસીવ કરતો નહોતો. આમ, સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.


ગતિશિલ ગુજરાતની જય હો! દર્દીઓ સિવિલ પહોંચ્યા પણ સાહેબો ઘરે છે, રવિવાર નહીં શનિવાર છે


આરોપીઓનાં રિમાન્ડ મેળવવાની તજવીજ
આરોપી જયમીન ઉર્ફે પપ્પુએ ફરિયાદી ક્રિષ્નપાલને અમેરિકામાં જે યુવક કેશ ડોલર પીકઅપ અને ડ્રોપ કરશે તેને પાંચ ટકા કમિશન આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. જ્યારે અહીં ઈન્ડિયામાં ક્રિષ્નપાલને એક ટકા રકમ કમિશન આપવાની લાલચ આપી હતી હાલમાં તો વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદનાં આધારે એસઓજી પોલીસે પામોલ ગામનાં જયમીન ઉર્ફે પપ્પુ રબારી અને કરમસદનાં વિશાલ ભુપેન્દ્રભાઈ ઉર્ફે ભોપાભાઈ ભરવાડની ધરપકડ કરી અન્ય આરોપીઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. એસઓજી પોલીસે આ બનાવમાં ત્રણ મોબાઈલફોન,એક ઈનોવા કાર,એક વાંસની લાકડી અને એક બેલ્ટ સહીતનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા આરોપીઓનાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.