કાપડના વેપારી પાસે 10 લાખની ખંડણી માંગી જાનથી મારવાની ધમકી, ખંડણીખોરની ધરપકડ
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા નારાયણ સિંહ રોહિત નામના કાપડના વેપારીને સોશિયલ મીડિયાના મારફતે એટલે કે વોટ્સએપ માં એક ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી ધમકી આપવામાં આવી હતી.
મૌલિક ધામેચા/અમદાવાદ: કાપડના વેપારી પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ખંડણીખોરની પોલીસે ધરપકડ કરી છે. આરોપી થોડા દિવસ અગાઉ જેલમાંથી છૂટી બહાર આવ્યો હતો અને ફરી એક વખત ગંભીર ગુનાને અંજામ આપતા પોલીસે તેની ધરપકડ કરી વધુ સખત કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં જમીન અને મકાનોના વધી જશે ભાવ, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા નારાયણ સિંહ રોહિત નામના કાપડના વેપારીને સોશિયલ મીડિયાના મારફતે એટલે કે વોટ્સએપ માં એક ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી ધમકી આપવામાં આવી હતી.આરોપી શાહ આલમ શેખે ધમકી આપી હતી કે, સાત દિવસમાં 10 લાખ રૂપિયા આપો નહીં તો પરિવારને ધ્યાનથી મારી નાખીશ. જે ધમકી મળતા વેપારીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને ખંડણી ખોરવી ફરિયાદ નોંધાવી હતી.
ગુજરાતમાં જંત્રી 2 ગણી થઈ, ભૂપેન્દ્ર પટેલ સરકારનો આવતીકાલથી ડબલ કરવાનો નિર્ણય
કૃષ્ણનગર પોલીસને ધમકી આપતી ઓડિયો ક્લિપ મળતા આરોપી શાહ આલમ શેખ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી વટવા વિસ્તારથી મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો.ઉપરાંત તેની તપાસ કરતા હકીકત સામે આવી કે તાજેતરમાં જ મણીનગરમાં હોટલના કર્મચારી પર હુમલો કરી લૂંટ ચલાવવાના ગુનામાં તેની ધરપકડ થઈ હતી. અને જેલમાંથી છૂટા બાદ તેને વેપારીને ધમકી આપી હતી.
હનુમાન ચાલીસા બોલતા બાળકોને જમવાનું તદ્દન ફ્રી, રેસ્ટોરાંના માલિકનો નવતર પ્રયોગ...
પોલીસ તપાસમાં એ હકીકત પણ સામે આવી કે ફરિયાદી આરોપીના ભાઈ સાથે કાપડનો વેપાર કરતા હતા. પરંતુ આરોપીની વર્તણૂક અયોગ્ય હોવાથી તેની સાથે કોઈ વ્યવહાર ફરિયાદીએ કર્યો ન હતો. જેનો બદલો લેવા માટે ફરિયાદીને ધમકી આપી રૂપિયા પડાવવાની કોશિશ કરવામાં આવી. જેથી પોલીસે ખંડણી અને ધમકીની કલમો હેઠળ ગુનો નોધી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.