Loksabha Election 2024 : આજે મંગળવારે 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. મતદાન વચ્ચે ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાવાનો છે. ગુજરાતમાં મતદાનના દિવસે નવું ટેન્શન આવ્યું છે. કારણ કે, હવામાન વિભાગે આ દિવસે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં મતદાનના દિવસે ગરમીના પારો ઉંચકાવાનો છે. તેથી બળબળતા બપોરમાં શેકાવવુ ન હોય તો, વહેલી સવારે મતદાન કરી આવજો. નહિ તો બપોર બાદ આકરો તાપ સહન કરવો પડશે. ખાસ કરીને અમદાવાદવાળા જલ્દી વોટિંગ કરી આવજો, નહિ તો બાદમાં પસ્તાશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળજાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. સોમવારે  રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં નોંધાઈ હતી. સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 41.2 ડિગ્રી તાપમાન હતું. આ વચ્ચે આજે હવામાન વિભાગે અમદાવાદ માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. ગાંધીનગરમાં 40.6 ડિગ્રી, રાજકોટમાં 40.8 ડિગ્રી જ્યારે કંડલા એરપોર્ટ ઉપર 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે પણ તાપમાનનો પારો વધવાની શક્યતા છે. અમદાવાદનું તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. 


મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી સેકટર-9ના મતદાન મથક પર મતદાન કર્યું. તેઓ સહ પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે તેમણે ગુજરાતના તમામ પરિવારોને મતદાન કરવા માટે અપીલ કરી છે. સાથે જ કહ્યું કે, વધારે હીટ વેવ હોય તો પૂરી કાળજી સાથે આવીને વોટ કરજો. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે. તમામ લોકો માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.


ગુજરાતમાં આજે ચૂંટણીનો મહાજંગ : 7 ના ટકોરે મતદાનનો પ્રારંભ, રૂપાલાએ કર્યું મતદાન


હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા કહ્યું કે, મતદાન સમયે અમદાવાદમાં આકરી ગરમી પડવાની છે. ગુજરાતના બાકીના જિલ્લાઓ કરતા મતદાન સમયે અમદાવાદમાં 7 મેના રોજ ગરમીનું પ્રમાણ વધારે રહેશે. અમદાવાદમાં 7 મે ના રોજ 42 ડિગ્રી તાપમાન નોંધાશે. તો ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન રહી શકે છે. 


સાથે જ હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરતા કહ્યું કે, આગામી 4 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. જોકે ઉત્તર ગુજરાતમાં 2 ડિગ્રી તાપમાન વધશે. આજે સૌરાષ્ટ્ર કચ્છ દિવમાં કોસ્ટલ એરિયામાં હીટવેવ આગાહી છે. તેમજ સુરતમાં પણ હીટવેવની આગાહી છે. આવતીકાલ સોમવારથી દીવમાં 5 દિવસ હીટવેવની આગાહી છે. 6 અને 7 મે ના રોજ પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની શક્યતા છે. તો 7 મે ના રોજ અમદાવાદ અને ગાંધીનગર 42 ડિગ્રી તાપમાન રહેશે. 7 મે ના રોજ દીવ કોસ્ટલ એરિયામાં પોરબંદર અને ભાવનગરમાં હિટવેવની આગાહી છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે. જોકે, હાલ વરસાદની કોઈ સંભાવના નથી. ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી છે. 


ગુજરાતના ખેડૂતો માટે ખાસ એડવાઈઝરી જાહેર, હીટવેવમાં આટલી બાબતોનું ધ્યાન રાખજો


બપોર પહેલા મતદાન કરી લેજો 
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન હવે કલાકોમાં શરૂ થઇ ગયું છે. 7 મેના મતદાન છે ત્યારે  અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેથી મતદારોએ બપોર પહેલા મતદાન કરી લેવુ હિતાવહ રહેશે. બપોર બાદ કાળઝાળ ગરમીમાં શેકાવું પડશે. 


ઈફ્કો ચૂંટણી બની વર્ચસ્વની લડાઈ : અમિત શાહના માનીતા સામે જયેશ રાદડિયાની સીધી જંગ