ફેક્ટ ચેક: LRD- PSI 2023 નોટીફિકેશનના નામે ફેક પોસ્ટ વાયરલ, જાણો શું થયો ખુલાસો
એલઆરડી અને પીએસઆઈ 2023 નોટીફિકેશનને લઈને ZEE 24 કલાકના નામે હાલ સોશિયલ મીડિયામાં એક સમાચાર વહેતા કરવામાં આવ્યા છે. પરંતુ આ સમાચાર ખોટા છે. ZEE 24 કલાક દ્વારા આવા કોઈ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા નથી.
ઝી બ્યુરો/ગાંધીનગર: સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે રાજ્ય સરકાર દ્વારા અવાર નવાર ભરતીઓ બહાર પાડવામાં આવે છે. ત્યારે આ સિલસિલામાં ગુજરાતના ઉમેદવારોને ગેરમાર્ગે દોરવા એલઆરડી અને પીએસઆઈ ભરતીના સમાચાર વહેતા કરાયા છે. એલઆરડી અને પીએસઆઈ 2023 નોટીફિકેશનને લઈને ZEE 24 કલાકના નામે હાલ સોશિયલ મીડિયામાં એક સમાચાર વહેતા કરવામાં આવ્યા છે. પરંતુ આ સમાચાર ખોટા છે. ZEE 24 કલાક દ્વારા આવા કોઈ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા નથી.
શું છે આ વાયરલ પોસ્ટમાં?
સોશિયલ મીડિયા પર કેટલાંક લેભાગુ તત્વો દ્વારા હાલ ZEE 24 કલાકની બ્રેકિંગ પ્લેટ પર LRD PSI 2023 નોટીફિકેશન ઓગસ્ટ મહિનામાં આવશે તેવી એક પ્લેટ વાયરલ કરવામાં આવી છે. પરંતુ આ સમાચારને ZEE 24 કલાક રદિયો આપે છે, આવા કોઈ પણ પ્રકારના સમાચાર ZEE 24 કલાક દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા નથી. આ કેસમાં તપાસ કરાઈ ત્યારે ખબર પડી કે ZEE 24 કલાકની પ્લેટમાં છેડછાડ કરીને તેમાં આ લખાણ લખવામાં આવ્યું છે.
મહત્વની વાત એ છે કે, ZEE 24 કલાકની બ્રેકિંગ પ્લેટમાં જે ફોન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે પણ ZEE 24 કલાકના ફોન્ટ નથી.