ચેતન પટેલ/સુરત: શું તમે ક્યારેય કોઈના અંતિમ સંસ્કારમાં લોકોને નાચતા જોયા છે? પરંતુ સોશિયલ મીડિયામાં એવા અનેક વીડિયો વાયરલ થયેલા જોવા મળશે જ્યાં લોકો મૃત્યુની ઉજવણી કરતા જોવા મળી છે. ત્યારે સુરતમાં પણ એક અનોખી સ્મશાનયાત્રા નીકળી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


હવે મેઘો મચાવશે તરખાટ! ગુજરાતના આ બે જિલ્લામાં ભારે વરસાદની વોર્નિંગ,NDRF ટીમો તૈનાત



મહત્વનું છે કે, જે મૃત્યું પામ્યું હોય તેને યાદ કરી કરીને તેના પાછળ મરસિયા ગવાય અને કરૂણ રૂદન કરાતું હોય છે પરંતુ સુરતના કરંજ ગામ એક વૃદ્ધાના મૃત્યું પછી એક અલગ જ રીતે અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી. કરંજ ગામે અલગ પ્રકારની નીકળેલી અંતિમયાત્રાને લઈ સૌ કોઈ અંચબિત થઈ ગયા હતાં.   



BIG BREAKING: રાજ્યસભાની ચૂંટણી તારીખો જાહેર: ગુજરાતની ત્રણ બેઠકો માટે યોજાશે ચૂંટણી


સુરતના કરંજ ગામે રહેતા દિવાળી બેન લાડનું 103 વર્ષનું ઉંમરે નિધન થતાં અનોખી અંતિમ યાત્રામાં લોકો ડી.જે  સાથે ફટાકડા ફોડી પરિવારજનોએ અંતિમ યાત્રા કાઢી હતી. આ સાથે કોરિયાના મેરિયા (મશાલ) પ્રગટાવવામાં આવી હતી. દિવાળી બેનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.



આગામી 5 દિવસ ગુજરાતીઓ માટે ભારે! જાણો તમારા જિલ્લામાં 1 જુલાઈ સુધી કેટલો થશે વરસાદ?