અમદાવાદ : હાલમાં અમદાદાવાદમાં 100 રૂ. અને 500 રૂ.ની નકલી નોટોનું મોટું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 100 રુપિયા તેમજ 500 રુપિયાની નકલી નોટો સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. આ વ્યક્તિઓ પાસેથી 100 રુપિયાની 1300 જેટલી જેટલી નકલી નોટ પણ ઝડપાઈ છે. આ નકલી નોટો તેમણે પોતાના ઘરે જ પ્રિન્ટિંગ પ્રેસમાં છાપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBIએ બેંક લોન મામલે કર્યો મોટો ધડાકો


હકીકતમાં ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે જુનૈદ અને વિરાટ નામના બે યુવાનો નકલી નોટો લઈને ગીતામંદિર બસ સ્ટેન્ડથી કાંકરિયા તરફ જવા નીકળવાના છે. આ બાતમીના આધારે ચાની કિટલી પર વોચ ગોઠવી પોલીસે બનાસકાંઠાથી આવેલા બે શખ્સોને ઝડપી લીધા છે. આ બંને શખ્સોની ઝડતી લેતા જુનૈદ પાસેથી પોલીસને 500 રુપિયાના દરની કુલ 700 નકલી નોટો, અને 100 રુપિયાના દરની 1100 નકલી નોટો મળી આવી હતી. જ્યારે વિરાટના પેન્ટના ખિસ્સામાંથી પોલીસને 100 રુપિયાની કુલ 200 નકલી નોટો મળી આવી હતી. 


પોલીસ તપાસમાં મળેલી ચોંકાવનારી માહિતી પ્રમાણે આ બંનેએ 2000 રુપિયાની અઢી લાખ રુપિયાની નકલી નોટો પણ છાપી હતી, પરંતુ તેના કલર કોમ્બિનેશન મેચ ન થતાં તેનો તેમણે નાશ કરી દીધો હતો. આરોપીઓએ તેમને કાપડના ધંધામાં ખોટ જતા નકલી નોટો બનાવી હોવાનું પણ જણાવ્યું હતું.