અલ્કેશ રાવ/બનાસકાંઠા: કાણોદર ગામેથી પકડાયું છે નકલી નોટો બનાવવાનું કૌભાંડ કાણોદર ગામમાં ઝેરોક્ષ મશીનની મદદથી જ ગામનો જ એક ઈસમ 2000 રૂપિયાની નકલી નોટો બનાવતો હતો. જ્યારે તેને બજારમાં ફરતી કરતાં હતાં. પાલનપુર તાલુકા પોલીસે ત્રણ જેટલા આરોપીઓને રૂ. 22000ની નકલી નોટો સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક વર્ષ અગાઉ સરકારે કાળું નાણું અને નકલી નોટો ભારતીય ચલણમાંથી દૂર થાય તે માટે નોટબંધી કરી હતી. પરંતુ નોટબંધી બાદ નવું ચલણ અમલમાં આવ્યા બાદ હવે તેની નકલી નોટો બનાવવામાં આવી રહી છે. નકલી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. પાલનપુરના કાણોદર ગામેથી. જ્યાં એક ઝેરોક્ષ દુકાન ચલાવતા ઈસમે ઝેરોક્ષ મશીનની મદદથી 2000ના દરની નકલી નોટો બનાવી છે. પાલનપુર પોલીસે બાતમીના આધારે 2000ના દરની 11 નકલી નોટો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જ્યારે આ નકલી નોટ કૌભાંડમાં ત્રણ આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે.


નકલી નોટોનું આ સમગ્ર કૌભાંડ કાણોદર ગામમાં ચાલતું હતું. ગામમાં ઝેરોક્ષની દુકાન ચલાવતો સુલતાનઅલી કુગશિયા આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ હતો. અત્યાર સુધી પોલીસને જણાવ્યા મુજબ તે પોતાના કલર ઝેરોક્ષ મશીન દ્વારા આ નકલી નોટ બનાવતો હતો. જ્યારે આ ચલણી નોટોને બજારમાં ફરતી કરવાનું કામ પકડાયેલા અન્ય આરોપી કરતા હતા. આરોપી સુલતાનઅલી નકલી નોટ બનાવી સેધાભાઈ અને ગલબાભાઈને આપતો હતો. જે આરોપીઓ નોટોને બજારમાં ફરતી કરતા હતા.


વધુમાં વાંચો...અમદાવાદ: રીવરફ્રન્ટ પોલીસે 45 લાખના સોન સાથે એક યુવકની કરી અટકાયત


પોલીસે અત્યારે તો આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝેરોક્ષ મશીન અને 11 નકલી નોટ પણ કબ્જે કરી છે. પરંતુ ગુનાની ગંભીરતા જોતા આ સમગ્ર કેસ વધુ તપાસ માટે SOGને આપવામાં આવ્યો છે. અને તપાસ શરૂ કરી છે, કે આ આરોપીઓ દ્વારા બજારમાં કઇ જગ્યાએ નોટો વટાવામાં આવી હતી. અને અત્યાર સુધીમા્ કેટલી નોટો બનાવીને બજારમાં ફરતી કરવામાં આવી છે.