ભાભરમાં મતદાન મથક પાસેથી ભાજપના સિમ્બોલવાળું નકલી EVM ઝડપાતા ચકચાર
બનાસકાંઠાના ભાભર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદાન મથક નજીકથી ભાજપના સિમ્બોલવાળુ એક નકલી ઇવીએમ ઝડપાયું હતું. નકલી ઇવીએમ ઝડપાતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જો કે ત્યાર બાદ પોલીસ દ્વારા સમજાવટથી કામ લેવાતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. ભારતમાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદાન મથક પાસેથી ભાજપના સિમ્બોલવાળુ નિકલી ઇવીએમ ઝડપાયાની વાત વહેતી થતા મોટા પ્રમાણમાં કોંગ્રેસી કાર્યકરો ઉમટી પડ્યા હતા.
બનાસકાંઠા : બનાસકાંઠાના ભાભર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદાન મથક નજીકથી ભાજપના સિમ્બોલવાળુ એક નકલી ઇવીએમ ઝડપાયું હતું. નકલી ઇવીએમ ઝડપાતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જો કે ત્યાર બાદ પોલીસ દ્વારા સમજાવટથી કામ લેવાતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. ભારતમાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદાન મથક પાસેથી ભાજપના સિમ્બોલવાળુ નિકલી ઇવીએમ ઝડપાયાની વાત વહેતી થતા મોટા પ્રમાણમાં કોંગ્રેસી કાર્યકરો ઉમટી પડ્યા હતા.
કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સાયકલ માથે ખાતરની થેલી લઇને મતદાન કરવા માટે પહોંચ્યા
શાળા નંબર 2 લૂંદરિયા વાસ પાસે ભાજપના સિમ્બોલવાળા ઇવીએમ દ્વારા લોકોને સમજાવવા અને ભાજપ તરફી મતદાન કરાવવા માટે કાર્યકર્તાઓને ઇવીએમની પ્રતિકૃતિવાળું એક યંત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસી કાર્યકરો ત્યાં પહોંચ્યા બાદ ભારે હોબાળો થયો હતો. તે દરમિયાન ભાજપના કાર્યકર્તા ઇવીએમ બાજુના આવેલા ઘરના નળીયા પર ફેંકીને નાસી છુટ્યો હતો. બનાવને પગલે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત સહિતના કાર્યકર્તાઓ દોડી આવતા હોબાળો મચ્યો હતો.
ગોધરામાં સંયમના માર્ગે જતા અગાઉ કોમર્સ ગ્રેજ્યુએટ યુવતીએ કર્યું મતદાન, 3 માર્ચે દીક્ષા ગ્રહણ કરશે
ઘટના અંગે જાણ થતાની સાથે જ પોલીસ પણ તત્કાલ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ધારાસભ્યો અને કોંગ્રેસી કાર્યકરોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. આ મુદ્દે ગેનીબેન ઠાકોરે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવા માટે પણ જણાવ્યું હતું. જો કે પોલીસ દ્વારા સમજીને સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સમજાવટ કરવામાં આવી હતી કે, આ મતદારોને સમજાવવા માટે માત્ર એક પ્રતિકૃતિ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube