* વેજલપુરમાં નોંધાયેલા બળાત્કાર કેસમાં આવ્યો નવો વળાંક
* આરોપીની માતાએજ નોંધાવી મામલો થાળે પાડવા આવનાર વચેટિયા વિરુધ ફરિયાદ
* બળાત્કારનો કેસ નહિ થવા દેવા માંગ્યા લાખો રૂપિયા
* આઈબી ઓફિસરની ઓળખ આપી માગ્યા સમાધાન કરાવવા રૂપિયા 1.50 લાખ
* તોડ કરનાર રાજભા ઝાલા આખરે આવ્યો પોલીસ ગિરફતમાં


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલિક ધામેચા/અમદાવાદ : ઇન્સ્ટાગ્રામથી મિત્રતા કેળવી યુવતી પર બળાત્કાર ગુજારનાર આરોપીની માતાએ હવે ફરિયાદ નોંધાવી છે. એક તરફ આ મામલો જ્યારે ચાલી રહ્યો હતો, ત્યારે જ એક ત્રાહિત વ્યક્તિ તેમાં વચ્ચે પડ્યો અને FIR નહિ કરવા અને પોલીસમાં મામલો પતાવી દેવા આ વ્યક્તિ નકલી આઈબી ઓફિસર બની રૂપિયા માગતો હતો. જોકે એક શબ્દના લીધે તે નકલી ઓફિસર બન્યો હોવાનું સામે આવ્યું અને આખરે ઝડપાઇ ગયો.


રંગીલા સ્વામી: વડતાલના વધારે એક પાર્ષદ પર દુષ્કર્મનો આરોપ, મહિલા તો ઠીક નાનકડી બાળકીને પણ ન છોડી...


પોલીસ કસ્ટડીમાં દેખાતા આ શખ્સ પર આરોપ લાગ્યો છે સરકારી અધિકારી બની પૈસા પડાવવાનો,  નામ છે રાજવીરસિંહ ઉર્ફે રાજભા ઝાલા. આરોપી છેલ્લા ઘણા સમયથી નરોડામાં આવેલી સહજાનંદ પાર્ક સોસાયટીમાં રહે છે. અને બેકાર છે. પણ ઘણા સમયથી અનેક પોલીસકર્મીઓનો મિત્ર બનીને ફરે છે. તાજેતરમાં રાજવીર સામે એક કિસ્સો આવ્યો કે, જેમાં એક યુવતી સાથે તેના બોયફ્રેન્ડએ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આરોપી રાજભાએ યુવતીનો સંપર્ક કરી બળાત્કારના ગુનાના આરોપી જીતના ઘરે પહોંચી ગયો. ત્યાં જઈ જીતના પરિવારને પોતે આઈબી ઓફિસર છે. તેમ કહી આ મામલે તે કઈ નહિ થવા દેવાનું પહેલા આશ્વાશન આપ્યું અને બાદમાં તે મામલે તેણે 15 હજાર પણ લીધા.


જૂનાગઢમાં આર્મી જવાનને પોલીસે એટલો માર્યો કે પટ્ટા પાડી દીધા, 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ


જો કે બળાત્કાર કેસમાં FIR થઈ ગઈ છે તેમ કહેતા જ આરોપી રાજભાની હકીકત સામે આવી. કેમ કે કોઈ ગુનો બને તોની FIR થઇ કહેવાય. એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રીપોર્ટ એટલે કે ફરિયાદ અંગેની પ્રાથમિક હકિકત પણ આરોપી વારંવાર FRI બોલતા જીતના પરિવારને શંકા ગઈ અને આઈકાર્ડ માંગતા ભાંડો ફૂટ્યો હતો. બાદમાં બળાત્કાર મામલે યુવતીએ ફરિયાદ કરતા આરોપી જીતની પોલીસે ધરપકડ પણ થઈ હતી.


રાજકોટ : ફેંકી દેવાના ભાવ મળતા ખેડૂતોએ સાચે જ શાકભાજી રસ્તા પર ફેંકી દીધી


મહત્વનું છે કે આ અંગે બળાત્કારકેસમાં સંડોવાયેલ આરોપીની માતાએ પણ તોડબાજ વિરુધ વેજલપુર પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તેમ છતાં આરોપી રાજભા ઝાલા પોલીસ કઈ કરે નહિ કરે તે માટે દોઢ લાખની માંગણી કરતો. જોકે તેનો ભાંડો ફૂટતા જ જીતના પરિવારે પૈસા ન આપ્યા અને પોલીસને જાણ કરી રાજભાને પકડાવી દીધો. પકડાયેલ આરોપી મૂળ નરોડા વિસ્તારનો રહેવાસી છે અને પોલીસ મિત્રો સાથે ઉઠક બેઠક હોવાથી તે પોલીસનો રોફ જમાવી પૈસા પડાવવાના ઇરાદે ગયો હતો પરંતુ સફળતા ન મળી. શરુઆતમાં યુનિફોર્મ વગર પોતાની ઓળખ કેમની આપવી જેનાથી પકડાઈ ન જવાય તેમ માની તે ઇન્ટેલિજન્સ ઓફિસર બની ગયો. પણ છતાંય એક શબ્દ FIR ને બદલે FRI બોલવાથી તેનો ભાંડો તો ફૂટી ગયો. આરોપી છેલ્લા કેટલા સમયથી આ રીતે પોલીસ વાળો બનીને ફરતો હતો અને અન્ય કેટલા લોકો પાસેથી આ રીતે પૈસા પડાવ્યા છે ? તે દિશામાં હવે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube