AMC ને ચૂનો લગાવ્યા બાદ નકલી જજે વડોદરામાં પણ સરકારી જમીનનો ખોટો વહીવટ પાડ્યો!
Fake Judge Scam Uncovered: નકલી જજ બનીને નકલી કોર્ટ ચલાવતા આરોપી મોરિસ ક્રિશ્ચિયને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ લગાવ્યો ચૂનો. એટલેથી પણ આ આરોપીની હિંમત ડગી નહીં તેણે વડોદરાની સરકારી જમીનોના પણ ખોટા સોદા પડીને કરી લીધો મોટો વહીવટ...
કથિત નકલી જજ બની કોર્ટ મેટર ચલાવવાનો મામલો
આરોપી મોરિસ ક્રિશ્ચિયને AMCને પણ લગાવ્યો ચૂનો
નકલી જજે વડોદરાની સરકારી જમીનનો પાડ્યો ખેલ
બોગસ જજના હુકમથી કોટાલીની સરકારી જમીન ખાનગી થઈ ગઈ
Fake Judge Scam Uncovered: કથિત નકલી જજ બની કોર્ટ મેટર ચલાવવાનો મામલો વધુને વધુ ચર્ચામાં આવી રહ્યો છે. આરોપી મોરિસ ક્રિશ્ચિયને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ લગાવ્યો ચૂનો. નારોલ શાહવાડી વિસ્તારના 5 સર્વે નંબરના બારોબાર ઓર્ડર કરી દીધા હોવાનું સસમે આવ્યું. વર્ષ 2018 માં મોરિસ ક્રિશ્ચિયન દ્વારા કુલ 2.47 ચોરસ મીટર જગ્યાના AMC વિરુદ્ધ ઓર્ડર કરી દેવાયા હતા.
Amc ની સામેના લાભાર્થી વિન્સેન્ટ ઓલિવર કાર્પેન્ટરની તરફેણમાં ચુકાદા આપ્યા હતા. વર્ષ 2018 થી અત્યાર સુધી AMC નું લીગલ વિભાગ સંપૂર્ણ ઊંઘતું ઝડપાયું હતું. શાહવાડી સર્વે નંબર 102, 107, 117, 118 અને 138 ના બારોબાર AMC વિરુદ્ધ ઓર્ડર કર્યા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી બેદરકાર રહેલું amc નું લીગલ ખાતું તમામ ખોટા ઓર્ડરના એક્ઝિક્યુશન માટે પ્રક્રિયા કરશે. આટલેથી આ નકલી જજનું કૌભાંડ અટક્યું નહોતું. તેણે વડોદરાની પબ્લિકને પણ બનાવી હતી પાગલ...
નકલી જજનું વધુ એક કારનામું વડોદરા શહેરમાં સામે આવ્યું...
નકલી જજ મોરિસ ક્રિશ્ચિયને વડોદરામાં પણ કર્યું છે કૌભાંડ. વડોદરા નજીક કોટાલી ગામની સરકારી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર કર્યું. બોગસ જજે હુકમ કર્યો અને કોટાલીની સરકારી જમીન ખાનગી થઈ ગઈ. બોગસ જજના ઓર્ડરને માન્ય રાખી સર્કલ ઓફિસરે નોંધ પણ પાડી દીધી..સરકારી જમીન ખાનગી થઈ ગઈ અને ખરાઈ કર્યા વિના જ નોંધ પણ પાડી દેવામાં આવી...વિશ્વામિત્રી નદી પરના બ્રિજના એપ્રોચ માટે જમીન સંપાદિત કરાઈ હતી..
નકલી જજ મોરિસ ક્રિશ્ચિયન દ્વારા amc ના 5 સર્વે નંબર અંગે ચુકાદાનો મામલો
Amc ના એસ્ટેટ વિભાગના અધિકારીઓ લાગ્યા સર્વે નમ્બરની શોધમાં
એસ્ટેટ વિભાગના ઇન્સ્પેકટર અને સર્વેયર નીકળ્યા વિવાદિત સર્વે નમ્બરની ઓળખ માટે
સર્વે નંબરની ઓળખને લઈને amc સ્ટાફ જ હજી મૂંઝવણમાં
મોરિસે આપેલા ચુકાદા મુજબના પ્લોટને શોધવા amc ની નકશા સાથે મથામણ
જુના સર્વે ન્મ્બરો બાદ પ્લોટ ટીપી સ્કી બની જતા બ્લોટ મર્જ થયા
સમગ્ર શાહવાડી - નારોલ વિસ્તાર ફર્યા પણ વિવાદિત પ્લોટની હજી ઓળખ નથી થઇ શકી
કુલ પાંચ પૈકીના 2 સર્વે ન્મ્બરોની થઇ ઓળખ
સર્વે નમ્બર 117 અને 118 ની થઇ ઓળખ
Amc ટીમે ફોટોગ્રાફી કરી રિપોર્ટ તૈયાર કર્યો
એટલું જ નહીં, ખાનગી જમીનમાં ખાનગી વ્યક્તિ બાદ વારસદારોના નામ પણ દાખલ થયા.. સર્કલ ઓફિસરે 2019માં કરેલી ભૂલ 2023માં ખબર પડી, જે ખબર પડતા નાયબ કલેક્ટરે મનાઈ હુકમ ફરમાવી મોટું કૌભાંડ અટકાવ્યું, જો કે, આટલી મોટી ભૂલ કરનાર સર્કલ ઓફિસર સામે કોઈ પગલાં નથી લેવાયા.