‘યુવતીઓ 7 ફેબ્રુઆરી પહેલાં બોયફ્રેન્ડ બનાવી લે નહિ તો કૉલેજમાં પ્રવેશ નહિ મળે...’
- વડોદરાના એમએસ યુનિવર્સિટીના નામે વેલેન્ટાઈન ડે પરિપત્ર વાયરલ થયો
- સોશિયલ મીડિયા પર કોણે આ પ્રકારનો સનસનીખેજ ખોટો પરિપત્ર ફરતો કર્યો
હાર્દિક દિક્ષીત/વડોદરા :વડોદરાની MS યુનિવર્સિટીમાં ભણતી યુવતીઓ 7 ફેબ્રુઆરી પહેલાં બોયફ્રેન્ડ (boyfriend) બનાવી લે નહીં તો કૉલેજમાં પ્રવેશ નહિ મળે. આ પ્રકારનો એક બોગસ પરિપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે આવે એ પહેલાં જ કેટલાંક અસામાજિક તત્વોએ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MS university) ના નામે બોગસ પરિપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ (viral news) કર્યો છે. પરિપત્રમાં લખ્યું છે કે ક્લાસમાં આવતાં પહેલાં દરેક વિદ્યાર્થિનીનો બોયફ્રેન્ડ કોણ છે તેનો પુરાવો આપવો પડશે.
આ પણ વાંચો : કોણ છે આ સુરેન્દ્ર કાકા, જેમને મહિલાએ ફોન પર કહ્યું, ‘હું કંઈ પથારી ગરમ કરવાવાળી નથી...’
સોશિયલ મીડિયા (social media) પર કોણે આ પ્રકારનો સનસનીખેજ ખોટો પરિપત્ર ફરતો કર્યો છે તેની સામે કઠોર કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. શું વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધાવશે? MSUના લેટરહેડનો દુરુપયોગ કરીને ખોટો સર્ક્યૂલર બહાર પાડવામાં આવ્યો છે અને એ પણ વિવાદિત લખાણ સાથે વાયરલ (fake news) કરવામાં આવ્યો છે.
MSU ના નામે બોગસ સર્ક્યુલર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભેજાબાજે MSU ના લેટરહેડ જેવો જ બોગસ સર્ક્યુલર તૈયાર કર્યો છે. આ પરિપત્રમાં 7 મી તારીખ પહેલા બોયફ્રેન્ડ (boy friend) બનાવી લેવા છોકરીઓને સૂચના અપાઈ છે. તેમજ એકલી છોકરીઓને કોલેજમાં પ્રવેશ નહિ આપવામાં આવે તેવો ઉલ્લેખ કરાયો છે. સર્ક્યુલરમાં લખાયું છે કે, ક્લાસમાં આવતા પહેલા યુવતીઓએ બોયફ્રેન્ડ હોવાના પુરાવા આપવા પડશે. કેટલાક ભેજાબાજોએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગરિમા લજાવવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો : ‘ટેકવોન્ડો ગર્લ’ હવે રાજનીતિની પીચ પર રમશે, વિભૂતિ પરમાર ભાજપમાંથી ચૂંટણી લડશે
બોગસ સર્ક્યુલર વાયરલ થતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. આ વિશે યુજીએસ રાકેશ પંજાબીએ જણાવ્યું કે, ભૂતકાળમાં આ જ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. છતાં સત્તાધીશોએ પગલા લીધા ન હતા. બોગસ સર્ક્યુલર વાયરલ કરનાર સામે પોલીસ ફરિયાદ કરવા માંગ ઉઠી છે.