ગૌરવ પટેલ/અમદાવાદ :વિધાનસભા ચૂંટણી પહેરા જ આક્ષેપોપ-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થઈ ગયો હતો. ત્યારે ગુજરાતીઓના ફેવરિટ માવા-મસાલા પર રાજનીતિની રમત રમાઈ રહી છે. ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya) ના નામે એક સોગંધનામુ વાયરલ થઈ રહ્યું છે, જેમાં લખાયુ છે કે, જે તેઓ જીતશે તો 12 રૂપિયાના માવાની કિંમત 5 રૂપિયા કરી દેશે. ત્યારે લલિત વસોયાના નામે વાયરલ થયેલા ફેક એફિડેવિટ (fake news) વિશે સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા જાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરાજીના ધારાસભ્યની એફિડેવિટ વાયરલ
ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનુ એક સોગંધનામુ સોશિયલ મીડિયા પર વાયરલ (viral news) થયુ છે. જેમાં લખ્યુ છે કે, હુ લલિત વસોયા સોગંધ લઉ છુ કે ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી જીતી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવીશ તો હું 135 વાળા માવાના 12 રૂપિયામાંથી 5 રૂપિયા આ સરકાર પાસેથી કરાવીને પછી જ બીજુ કામ કરીશ. 



લલિત વસોયાએ સોગંધનામાને ફેક ગણાવ્યું
2017 ની ચુટંણી જીત્યા બાદ પ્રથમ કામ કરાવાનો દાવો કર્યાના સોગંધનામાને ધારાસભ્ય લલિત વસોયાએ ફેક ગણાવ્યો છે. લલિત વસોયાએ જણાવ્યું કે, વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં સોગંધનામુ કરી પગાર પર ધોરાજીની જનતાનો હક હોવાનું મેં કહ્યું હતું. પગાર ગરીબ માણસોના આરોગ્ય માટે ઉપયોગ કરવાનું સોગંધનામુ કર્યુ હતું. આજ સુધી આ સોગંધનામાનો અમલ કરું છું. ધોરાજી ભાજપ આખુ દાઝી ગયેલું છે. મારા સોગંધનામામાં ફેરફાર કરી તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી મને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. ધોરાજીની જનતા બધુ જાણે છે. ભાજપની ટીખળખોર ટોળકી આવી પ્રવૃત્તિ કરી પોતાની માનસિકતા છતી કરે છે. મારા ક્વાટરનો ઉપયોગ મારા વિસ્તારના રહેવા માટે થાય છે. જ્યાં તેમની જમવાની વ્યવસ્થા પણ કરાય છે. 


ઉલ્લેનીય છે કે, ગુજરાતમાં દર બીજા ઘરમાં પાન માવાના શોખીનો છે. ત્યારે માવા પડીકાના ભાવમાં એક રૂપિયો પણ વધઘટ થાય તો તે મોટી ચર્ચા બની રહે છે. આવામાં સૌરાષ્ટ્રના મતદારોને આકર્ષવા માટે માવાની રાજનીતિનો ઉપયોગ થઈ રહ્યો છે.