બહુ પનીર પનીર કરો છો ને, લો ગુજરાતમાં વેચાય છે આટલી હલકી ક્વોલિટીનું પનીર
Fake Paneer : ગઈકાલે રાજકોટમાં અખાદ્ય પનીર પકડાયા પછી રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગનું રેસ્ટોરન્ટમાં ચેકિંગ...રૈયા ચોકડી નજીક કુલચા કુઝીન રેસ્ટોરન્ટમાં પાડ્યા દરોડા...પંજાબી વાનગી બનાવવામાં પનીરનો થાય છે સૌથી વધુ ઉપયોગ...
Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ભાવનગરથી આવતા અખાદ્ય પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આજે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગે શહેરના અલગ અલગ રેસ્ટોરન્ટમાં પનીરને લઈને ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં કુલચા કુઝીન નામના રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય પનીરનો જથ્થો મળી આવ્યો હતો. સસ્તો નફો મેળવવા માટે વેપારીઓ લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરતા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ મોટાપાયે ચેકિંગ હાથ ધર્યું છે. જેથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
1600 કિલો નકલી પનીર મળ્યું
રાજકોટમાં 1600 કિલો જેટલો ખાદ્ય પનીરનો જથ્થો મળી આવતા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. નકલી પનીરના રેકેટની કડીઓ તપાસતા ભાવનગરના મહુવાના મેસવાડ ગામથી પનીર આવ્યું હોવાનો ખુલાસો થયો છે. 9 જેટલા રાજકોટના વેપારીઓ આ અખાદ્ય પનીર વિતરણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત પનીરનો જથ્થો મળી આવતા RMCના આરોગ્ય વિભાગે શંકાસ્પદ ભેળસેળયુક્ત પનીર આધારે તપાસ શરૂ કરી છે.
દ્વારિકાધીશની મૂર્તિની એક આંખ કેમ બંધ છે, કૃષ્ણ ભક્તો પણ નથી જાણતા આ કારણ
ભાવનગર નકલી પનીરનું હબ?
ભાવનગરના મહુવાના મેસવાડ ગામથી પનીર આવ્યું હોવાનો ખુલાસો મેસવાડની રામકૃષ્ણ ડેરીમાંથી જથ્થો આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ નકીલ પનીરનું વેચાણ સૌરાષ્ટ્રના અનેક ગામડાંઓમાં વેચાણ થતું હોવાનું ખૂલ્યું હતું. આરોગ્ય વિભાગે શંકાસ્પદ પનીરના નમૂના તપાસ માટે મોકલ્યા છે. જોકે રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર વાત અંગે ખુલાસો થશે.
રોજબરોજ પનીર ખાતા લોકો માટે હવે મહત્વનું એ બની ગયું છે કે પનીર અસલી છે કે નકલી તપાસવું. જોકે આ અસલી અને નકલી પનીર બાબતે કેટલાક મુદ્દાઓ છે જે તમામ એ જાણવા જરૂરી છે
સંકટો વચ્ચે ફસાયેલી AAP ના ગોપાલ ઇટાલિયાની વતન વાપસી, પાર્ટીએ સોંપી આ મોટી જવાબદારી
અસલી પનીર આવું હોય છે
- અસલી પનીર બનાવવામાં ગુણવત્તાયુક્ત દૂધનો ઉપયોગ કરવામાં આવે છે
- ગાય કે ભેંસના દૂધમાંથી આ પનીર બનાવવામાં આવતું હોય છે.
- અસલી પનીર પ્રોટિનથી ભરપૂર હોય જેથી તે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે
- અસલી પનીર આરોગ્ય બાદ રોગનો ભય રહેતો નથી
માવઠાએ હસતા રમતા ઠાકોર પરિવારને રડતા કર્યાં, દીકરાના લગ્ન પણ કેન્સલ કરવા પડ્યા
નકલી પનીર આ રીતે બને છે
- નકલી પનીરમાં વેજિટેબલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે
- પનીરમાં પામ ઓઇલ પણ ઉમેરવામાં આવે છે
- નકલી પનીરમાં ફેટનું ઊંચુ પ્રમાણ હોય છે
- નકલી પનીર આરોગ્ય માટે જોખમી સાબિત થાય છે
- બજારમાં મળતું નકલી પનીર મેદસ્વિતા વધારવામાં મોટો ભાગ ભજવે છે
- લાંબા ગાળે નકલી પનીર ગંભીર બીમારી નોતરે છે
નકલી પનીર ખાવાથી આ બીમારી થાય છે
અખાદ્ય પદાર્થ ખાવાથી શરીરમાં ગંભીર પ્રકારની બીમારીઓ થવાની શક્યતાઓ છે. જેમાં ઝાડા, ઉલટી જેવી ગંભીર બીમારી થઇ શકે સાથે પેટના રોગનો પણ મોટો ભય રહેલો છે.
સુરતમાં પણ આરોગ્ય વિભાગના દરોડા
રાજકોટમાં નકલી પનીર મળી આવતા સુરતમાં આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. સુરતના આઠ ઝોનમાં 18 જગ્યા પર દરોડા પાડી જે જગ્યા પર પનીર વેચાય છે તે નકલી છે કે ભેળસેળવાળું છે તે જાણવા માટે દરોડાની કામગીરી શરૂ કરી છે.